(istockphoto.com)

અમેરિકાની સિટિઝનશીપ ટેસ્ટને અપડેટ કરવામાં આવી રહી છે. કેટલાક ઇમિગ્રન્ટ્સ અને એડવોકેટ્સને ચિંતા છે કે પરીક્ષામાં આ ફેરફારથી ઓછું અંગ્રેજી જાણવતા લોકોને નુકસાન થશે.

અમેરિકાની નાગરિકતા મેળવવા માટે નેચરલાઇઝેશન ટેસ્ટ આખરી પગલાંમાંનું એક છે. એક મહિનાની આ પ્રક્રિયા માટે અરજી કરતા પહેલાં અમેરિકામાં ઘણા વર્ષો સુધી કાનૂની કાયમી રેસિડેન્સી જરૂરી છે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ૨૦૨૦માં અમેરિકન નાગરિકતા માટેની પરીક્ષાને લાંબી અને વધુ મુશ્કેલ બનાવી હતી. ઘણા લોકો હજુ એ આંચકામાંથી બહાર આવ્યા નથી. જોકે, પ્રેસિડેન્ટ જો બાઇડેને સત્તા સંભાળી ત્યારે તેમણે સરકારી આદેશ પર હસ્તાક્ષર કરી અમેરિકાની નાગરિકતા આડેના અવરોધો હટાવવાની યોજના જાહેર કરી હતી. જેના ભાગરૂપે નાગરિકતા માટેની પરીક્ષા બદલીને અગાઉના ૨૦૦૮ના વર્ઝન પ્રમાણે અપડેટ કરાઈ હતી. જોકે, અમેરિકાના સત્તાવાળાએ જણાવ્યું હતું કે, ૧૫ વર્ષ પછી નાગરિકતા માટેની પરીક્ષાને ડિસેમ્બરમાં અપડેટ કરાશે. નવું વર્ઝન આગામી વર્ષના આખરી ભાગમાં આવે તેવી શક્યતા છે.

અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે નવી પરીક્ષામાં વ્યક્તિની ઇંગ્લિશ ભાષાની કુશળતા જાણવા ‘સ્પીકિંગ સેક્શન’નો ઉમેરો કરવાની દરખાસ્ત કરી છે. એક અધિકારી વિવિધ તસવીરો દર્શાવશે. જેમાં રોજિંદી પ્રક્રિયા, હવામાન કે ખાદ્ય ચીજોના ફોટા હશે અને વ્યક્તિને તસવીરોનું અંગ્રેજીમાં વર્ણન કરવાનું કહેવામાં આવશે. અત્યારની પરીક્ષામાં અધિકારી અરજી કરનારની ઇંગ્લિશ ભાષાની કુશળતા જાણવા ‘નેચરલાઇઝેશન ઇન્ટરવ્યૂ’માં વ્યક્તિગત પ્રશ્નો પૂછે છે.

ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧૦ લાખથી વધુ લોકો અમેરિકાના નાગરિક બન્યા હતા, જે ૧૯૦૭ પછીની સૌથી વધુ સંખ્યા છે. USCISના ડિસેમ્બરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ તેણે અગાઉના વર્ષની તુલનામાં નેચરલાઇઝેશનની અરજીમાં ૬૦ ટકા ઘટાડો કર્યો છે.

 

LEAVE A REPLY

1 × five =