બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેમનાં પત્ની જયા બચ્ચને તેમનો મુંબઇ ખાતેનો પ્રતિક્ષા બંગોલ દીકરી શ્વેતા બચ્ચન નંદાને ભેટમાં આપ્યો છે. 8 નવેમ્બરે આ બંગલાની ડીડ સાઈન કરવામાં આવી, જેમાં 50.65 લાખ રૂપિયા રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે ચૂકવવામાં આવ્યા હતા. આ બંગલો બે પ્લોટમાં બનેલો છે.

આ માટે બે ડીડ્સ સાઈન કરવામાં આવી હતી. પહેલી અમિતાભ, જયા અને શ્વેતા વચ્ચે જે પ્લોટ નંબર 14 માટે સાઈન કરવામાં આવી છે. પ્રતિક્ષા બંગલો વિઠ્ઠલનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, જેવીપીડી સ્કીમ, જુહૂમાં બનેલો છે, 890.47 સ્કવેર મીટર્સ જગ્યામાં છે. તેની સાથે પ્લોટ નંબર 15માં પણ બંગલો છે, 674 સ્કવેર મીટર જગ્યામાં છે. બંગલાની કિંમત રૂ. 50.63 કરોડ માનવામાં આવે છે. મુંબઇમાં અમિતાભ બચ્ચનના ત્રણ બંગલા છે. પ્રતિક્ષા, જલસા અને જનક. જેમાંથી અમિતાભ અને જયા બચ્ચન જલસામાં રહે છે.

LEAVE A REPLY

seven + 6 =