ઈ-કોમર્સ ક્ષેત્રે અમેરિકાની મોખરાની કંપની એમેઝોન તેના કર્મચારીઓનો પગાર વધારે એવી માગણીના સમર્થનમાં શુક્રવારે યુરોપભરમાં કંપનીની કાર્યનીતિ સામે વિરોધ થયો હતો. ગ્રાહકો દ્વારા તેની સેવાનો બહિષ્કાર કરાયો હતો અને કંપનીના કર્મચારીઓ હડતાળ પર ગયા છે. યૂએનઆઈ ગ્લોબલ યૂનિયન દ્વારા એક સંકલિત ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી – ‘મેક એમેઝોન પે’ આ પ્રચાર અંતર્ગત યુરોપના 30થી વધારે દેશોમાં હડતાળ અને વિરોધ થઈ રહ્યો છે.

અમેરિકામાં ‘નેશનલ થેંક્સગિવિંગ હોલીડે’ની ઉજવણી કરવામાં આવી હતી, પણ શુક્રવારે યુરોપભરમાં એમેઝોન વિરુદ્ધ બ્લેક ફ્રાઈડે મનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે, થેંક્સગિવિંગ હોલીડેને કારણે તો ગ્રાહકો વધારે ખરીદી કરતા હોય છે અને તે અઠવાડિયા સુધી ચાલતી હોય છે. આથી ઘણા રીટેલરો વેચાણ વધારવા માટે કિંમતમાં કાપ મૂકતા હોય છે. અમેરિકામાં તો મોટા સ્ટોર્સમાં ગ્રાહકોની ભીડ જામતી હોય છે, લાંબી લાઈનો લાગતી હોય છે.

રીપોર્ટ્સ મુજબ, જર્મનીમાં એમેઝોનના અંદાજે 750 કર્મચારીઓ પગારવધારાની માગણી માટે એક દિવસની હડતાળ પર ઉતરી ગયા હતા. બ્રિટનના કોવેન્ટ્રીમાં એમેઝોનના વેરહાઉસ ખાતે 200 કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. ફ્રાન્સમાં પણ એમેઝોનના ધંધાને માઠી અસર પડી હતી. ઈટાલીમાં પણ કામદારોના સંગઠને બ્લેક ફ્રાઈડે મનાવવાનું નક્કી કર્યું હતું. સ્પેનમાં કામદારોના યૂનિયને એમેઝોનના દસ દિવસના વેચાણના આખરી દિવસ, સોમવારે કંપનીના વેરહાઉસ અને ડિલિવરી કામદારો માટે દરેક શિફ્ટમાં એક-કલાકની હડતાળ પાડવાનું એલાન કર્યું હતું.

એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે અમે કર્મચારીઓને ઉચિત પગાર આપીએ છીએ. એમને એક કલાક દીઠ 14 યૂરો (15.27 ડોલર)નો શરૂઆતનો પગાર તથા વધુ લાભો આપીએ છીએ. કર્મચારીઓની માગણી છે કે એમને કલાક દીઠ 18.69 ડોલરનો પગાર આપવામાં આવે અને કામકાજની પરિસ્થિતિ સારી કરવામાં આવે.

LEAVE A REPLY

six + 5 =