પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ન્યૂયોર્કના હાર્લેમમાં ઇ બાઇકની લિથિયમ-આયન બેટરીમાં બ્લાસ્ટને કારણે એપાર્ટમેન્ટમાં આગ ભભૂકી ઉઠતા એક ભારતીય વ્યક્તિનું મોત થયું હતું અને 17 લોકો ઘાયલ થયાં હતાં. સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડીંગના રહેવાસીઓ વિનાશક આગમાંથી બચવા માટે બારીઓમાંથી કૂદી પડ્યા હતાં

ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે મૃતકની ઓળખ 27 વર્ષીય ફાઝિલ ખાન તરીકે કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે અને મદદ કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.

કોલંબિયા જર્નાલિઝમ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ફાઝિલ ખાન ધ હેચિંગર રિપોર્ટ નામના નોનપ્રોફિટ ન્યૂઝ આઉટલેટમાં ડેટા જર્નાલિસ્ટ તરીકે કામ કરતાં હતાં. તેમની LinkedIn પ્રોફાઇલ મુજબ ફાઝિલ ખાને 2018માં બિઝનેસ સ્ટાન્ડર્ડમાં કોપીડિટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને દિલ્હીમાં CNN-News18માં સંવાદદાતા તરીકે કામ કર્યું હતું. આ પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી માટે 2020માં ન્યૂયોર્ક ગયાં હતા.

ડેઈલી ન્યૂઝના અહેવાલ પ્રમાણે ઈ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થવાથી ભીષણ આગ લાગી હતી. ફાઝિલ ખાન કોલંબિયાની જર્નાલિઝમ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો હતો. તેને આગગ્રસ્ત ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે દરમિયાન તે દાઝી ગયો હતો. બિલ્ડિંગના ટોપ ફ્લોર પર આગ લાગી હતી અને પછી બીજી જગ્યાએ પ્રસરી ગઈ હતી.

આ આગની ઘટના પછી બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે આખેઆખી ઈમારત ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. અસરગ્રસ્ત લોકોને નજીકની એક સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે આગ એટલી પ્રચંડ હતી કે ઈમારતના પગથિયા ચઢવા પણ મુશ્કેલ બન્યાં હતાં. આ ઈમારતમાં છ માળની હતી.

 

 

LEAVE A REPLY

5 + 14 =