Getty Images)

યુકે સરકાર સપ્લાય ચેઇનને બચાવવા માટે બિઝનેસીસ સાથે ભાગીદારી કરી £6.85 મિલિયનનો કાર્યક્રમ લોંચ કરનાર છે. આ યોજના અંતર્ગત કોરોનાવાઈરસના રોગચાળા દરમિયાન વિકાસશીલ દેશોના લગભગ એક મિલિયન કામદારોને મદદ કરાશે અને તેના પરિણામે યુકેના કેટલાક પ્રિય ઉત્પાદનો હાઇ સ્ટ્રીટની શેલ્ફ પર ટકાવી રાખવામાં મદદ મળશે.

આ પ્રોગ્રામમાં વિકાસશીલ દેશોના કામદારો અને તેમના પરિવારોનો સમાવેશ થાય છે. યુકે સરકારે માર્કસ અને સ્પેન્સર, સેઇન્સબરી, ટેસ્કો, મોરિસન્સ, કો-ઑપ અને વેઈટ્રોઝ સહિતના હાઇ સ્ટ્રીટ બિઝનેસીસને મદદ કરવા તા. 14 ઓગસ્ટથી એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે.

ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટકી એની-મેરી ટ્રેવેલિયને જાહેર કરેલા આ નવા ભંડોળમાં સંવેદનશીલ કામદારોને તેમની સપ્લાય ચેઇનમાં સલામત અને સુરક્ષિત રોજગારમાં રાખવા માટે યુકેના બિઝનેસીસના રોકાણનો સમાવેશ થાય છે. યુકે તેના 20% ખોરાક અને પીણાની આયાત વિકાસશીલ દેશોમાંથી કરે છે. નવી વલ્નરેબલ સપ્લાઇ ચેઇન્સ સુવિધા યુકેની હાઇ સ્ટ્રીટમાં શાકભાજી, કોફી અને કપડા જેવા ઉત્પાદનોનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.