પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા પછી પાકિસ્તાનને વધુ એક ફટકો પડે તેવી એક હિલચાલમાં ભારતના પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાં આવેલી ચિનાબ નદી પર 260 મેગાવોટના દુલસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપી છે.

હાઈડેલ પ્રોજેક્ટ્સ અંગેની નિષ્ણાત મૂલ્યાંકન સમિતિએ આ મહિનાની શરૂઆતમાં તેની 45મી બેઠક દરમિયાન આ મંજૂરી આપી હતી. તેનાથી આશરે રૂ.3,200 કરોડના આ પ્રોજેક્ટ માટે કન્સ્ટ્રક્શન ટેન્ડર બહાર પાડવાનો માર્ગ મોકળો થયો હતો.

સમિતિની બેઠકની કાર્યનોંધ મુજબ 1960ની સિંધુ જળ સંધિની જોગવાઈઓ અનુસાર ચિનાબ બેસિનનું પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવે છે અને મૂળ પ્રોજેક્ટને સંધિ અનુસાર જ ડિઝાઈન કરાયેલો હતો. જોકે હવે સરકારે સિંધુ જળ સંધિ 23 એપ્રિલ, 2025થી સ્થગિત છે.

સિંધુ જળ સંધિ અમલી હતી ત્યારે પાકિસ્તાનનો સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર અને ભારતનો રાવી, બિયાસ અને સતલજ નદીઓ પર અધિકાર હતો. આ સંધિ હવે મુલતવી રાખવામાં આવી હોવાથી કેન્દ્ર સરકાર સિંધુ બેસિનમાં અનેક જળ વિદ્યુત પ્રોજેક્ટ્સમાં આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ્સમાં સાવલકોટ, રાતલે, બુર્સર, પાકલ દુલ, ક્વાર, કિરુ અને કીર્થાઈ 1 અને 2નો સમાવેશ થાય છે.

દુલસ્તી સ્ટેજ-2 હાલના 390 મેગાવોટના દુલસ્તી સ્ટેજ-1 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (દુલસ્તી પાવર સ્ટેશન)નું વિસ્તરણ છે. દુલસ્તી સ્ટેજ-1 2007માં કાર્યરત બન્યો હતો અને તેનું સંચાલન નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન કરે છે.
બીજા તબક્કાનો પ્રોજેક્ટ રન-ઓફ-ધ રિવર (ROR) પ્રકારનો છે. આ પ્રકારના પ્રોજેક્ટમાં પાણીનો મોટાપાયે સંગ્રહ કરાતો નથી અથવા ડેમ બનાવવામાં આવતો નથી, પરંતુ મોટી પાઇપો કે કેનાલ દ્વારા પાણીને ટર્બાઇનમાં વાળવામાં આવે છે. આ યોજના હેઠળ સ્ટેજ-1 પાવર સ્ટેશનમાંથી પાણીને 3,685 મીટર લાંબી અને 8.5 મીટર વ્યાસની એક અલગ ટનલ દ્વારા ડાઇવર્ટ કરાશે, જેથી સ્ટેજ-2 પ્રોજેક્ટ માટે તળાવ બનાવી શકાય.

આ પ્રોજેક્ટમાં એક સર્જ શાફ્ટ, એક પ્રેશર શાફ્ટ અને એક ભૂગર્ભ પાવરહાઉસનો પણ સમાવેશ થાય છે. પાવરહાઉસમાં બે 130 મેગાવોટનો યુનિટ હશે.તેનાથી 260 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ઊભી થશે. આ પ્રોજેક્ટ માટે કુલ 60.3 હેક્ટર જમીનની જરૂરિયાતનો અંદાજ છે. આ પ્રોજેક્ટ માટે કિશ્તવાડ જિલ્લાના

LEAVE A REPLY