કોવિડ-19નો ચેપ ન લાગે તે માટેની પ્રથમ દવાને પ્રારંભિક પરીક્ષણોમાં સફળતા મળી રહી છે અને તે દવા કામ કરતી હોવાનું જણાયું છે. આ દવા કેર હોમના 80 ટકા રહેવાસીઓને ચેપથી બચાવવામાં સફળ રહી છે.

કેર હોમ સ્ટાફ અને રહેવાસીઓના અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ બતાવ્યું હતું કે તેમના શરીરમાં કૃત્રિમ એન્ટિબોડીઝ દખલ કરવાથી તેમને કોવિડ-19નો ચેપ લાગતા અટકાવતી ઇમ્યુનીટી તુરંત જ ઉભી થઇ ગઇ હતી. તેમ છતાં, રસી આખરે પ્રોફીલેક્ટીક સંરક્ષણનો મોટો જથ્થો પૂરો પાડશે. તેમ છતાં, રોગપ્રતિકારક શક્તિ નહિં ધરાવતા લોકો માટે આ એન્ટિબોડી ઉપચાર જરૂરી બની શકે છે. આ ઉપચાર કેર હોમ્સ જેવા સ્થળોએ રોગચાળો ફાટી નીકળે તેવા સંજોગોમાં ઝડપી પ્રતિસાદ પણ આપી શકે છે. જ્યાં લોકોને આઇસોલેટ કરવાનું મુશ્કેલ હોય છે.

ટ્રાયલ હાથ ધરનાર ફાર્માસ્યુટિકલ કંપની એલી લીલીના કોવિડ-19ના થેરાપેટીક્સ પ્લેટફોર્મ લીડર જેનેલ સાબોએ કહ્યું હતું કે “કારણ કે એન્ટિબોડીઝને તટસ્થ કરી દેવામાં આવે છે, તેથી તેમને તમારી રોગપ્રતિકારક શક્તિ પ્રતિક્રિયાને માઉન્ટ કરવાની જરૂર નથી. હકીકતમાં તે તમારી રોગપ્રતિકારક શક્તિને ધીમે ધીમે પ્રતિસાદ આપી તેની વૃદ્ધિ કરે છે.

જ્યાં કોવિડ ફાટી નીકળ્યો હતો તેવા કેર હોમ્સમાંથી આ માટે તબક્કાવાર બીજા ટ્રાયલમાં 965 લોકો નોંધાયા હતા, જેમાં અડધાને પ્લેસબો આપવામાં આવ્યો હતો. આઠ અઠવાડિયા પછી, જે લોકોમાં સિમ્પ્ટોમેટીક ચેપ લાગ્યો હતો તેમાં 57 ટકાનો ઘટાડો થયો હતો.

કેમ્બ્રિજ સ્થિત એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત સમાન એન્ટિબોડી સારવારના એક મિલિયન ડોઝ ખરીદવા માટે સરકાર સંમત થઇ છે, જેની કિંમત £375 મિલિયનથી £750 મિલિયનની વચ્ચે હોવાની અપેક્ષા છે. જો તે અસરકારક અને સલામત જણાશે, તો તે નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાશે.