સરકાર બે નવી એન્ટિવાયરલ દવાઓ વિશે આશાવાદી છે જે ચેપ ધરાવતા લોકોને હોસ્પિટલમાંથી બહાર રાખવાની લડાઈમાં “મહત્વપૂર્ણ સાધન” બનશે. તે માટે 4.25 મિલિયન કોર્સ માટેની ડીલ જાહેર કરવામાં આવી હતી.

ઈમ્પીરીયલ કોલેજ લંડનના અભ્યાસ મુજબ ડેલ્ટા કેસોની સરખામણીમાં, ઓમિક્રોન કેસમાં A&Eમાં જવાની જરૂરિયાત 15 થી 20 ટકા ઓછી હતી. જ્યારે એક રાત કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 40 થી 45 ટકા ઓછી હતી. આ માટે ઈંગ્લેન્ડમાં ડિસેમ્બર 1 થી 14 દરમિયાન ઓમિક્રોનના 56,000 કેસ અને ડેલ્ટાના 269,000 કેસ જોવામાં આવ્યા હતા. સ્કોટિશ દર્દીઓના સંશોધનમાં જણાયું હતું કે ઓમિક્રોનથી ચેપગ્રસ્ત વ્યક્તિની હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીએ લગભગ 64 ટકા ઓછી હતી.