એપલે ગુરુવારે પ્રથમ ક્વાર્ટરમાં અપેક્ષાઓ કરતાં વધુ નફો નોંધાવ્યો હતો પરંતુ ચેતવણી આપી હતી કે યુએસ ટેરિફ કંપનીને મોંઘુ પડી શકે છે અને તેની સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી રહી છે.

એપલના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કૂકે અર્નિંગ કોલ પર જણાવ્યું હતું કે વર્તમાન ક્વાર્ટરમાં યુએસ ટેરિફથી કંપનીને $900 મિલિયનનો વધારાનો ખર્ચ થવાની ધારણા છે, જોકે આ વર્ષની શરૂઆતમાં તેમની અસર મર્યાદિત રહી હતી. યુએસમાં વેચાતા મોટાભાગના આઇફોનનો ઓરિજિન દેશ ભારત હશે.

હાલમાં સ્માર્ટફોન, સેમિકન્ડક્ટર અને કમ્પ્યુટર્સ જેવી હાઇ એન્ડ ટેકનોલોજી પ્રોડક્ટસથી યુએસ ટેરિફમાંથી કામચલાઉ રાહત મળી છે. એપલે અપેક્ષિત ટેરિફ નીતિઓ પહેલાં સક્રિયપણે ઇન્વેન્ટરી એકઠી કરી હતી. કેનાલિસ રિસર્ચ મેનેજર લે ઝુઆન ચીવે જણાવ્યું કે ભવિષ્યના જોખમોના સંપર્કને ઘટાડવા માટે એપલ ઉત્પાદનને ભારતમાં શિફ્ટ કરે તેવી શક્યતા છે.

 

LEAVE A REPLY