FILE PHOTO: REUTERS/Mike Segar/File Photo

એપલ ભારતમાં ઉત્પાદન વધારીને આગામી 3 વર્ષમાં 5 લાખથી વધુ કર્મચારીઓને રોજગારી આપવા સજ્જ બની છે, એપલ તેના વેન્ડર્સ મારફત આગામી 3 વર્ષમાં 5 લાખ લોકોને રોજગારી આપશે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ ભારતમાં એપલના 1.5 લાખ સપ્લાયર્સ અને વેન્ડર્સ છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ ભારતમાં એપલના બે પ્લાન્ટનું સંચાલન કરી રહી છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે,એપલ ભારતમાં ભરતીનું પ્રમાણ વધારી રહી છે. જે આગામી 3 વર્ષમાં તેના વેન્ડર્સ અને કોમ્પોનન્ટ્સ સપ્લાયર્સ મારફત અંદાજિત 5 લાખ લોકોને રોજગારી આપશે.

જો કે, એપલે આ અંદાજ વિશે કોઈ સત્તાવાર ટીપ્પણી કરી નથી.એપલે ભારતમાંથી આઈફોન મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ મારફત નોંધનીય કમાણી કરતાં હવે તે સતત વિસ્તરણના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ વધારવા માગે છે. જે હેઠળ તેણે રોકાણ યોજના પાંચગણી વધારી છે. આગામી 4-5 વર્ષમાં 40 અબજ ડોલર (રૂ. 3.32 લાખ કરોડ)નું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

2023માં એપલે પ્રથમ વખત ભારતીય બજારમાંથી સૌથી વધુ કમાણી કરી હતી. ભારતમાં ઉત્પાદિત 10 મિલિયન આઈફોનની રેકોર્ડ નિકાસ કરી હતી. 2023-24માં એપલે 12.1 અબજ ડોલર આઈફોનની નિકાસ કરી હતી. જે 2022-23માં 6.27 અબજ ડોલર યુનિટ સામે 100 ટકા ગ્રોથ દર્શાવે છે.

 

LEAVE A REPLY

20 − 2 =