Arvind Shashikumar

સાઉથ લંડનના સધર્કમાં આવેલા સાઉધમ્પ્ટન વેમાં એક રેસિડ્ન્શીયલ એપાર્ટમેન્ટ બ્લોકની બહાર છરાના ઘા સાથે મળી આવ્યા બાદ મૃત્યુ પામેલા 38 વર્ષીય ભારતીય મૂળના અરવિંદ શશીકુમારની હત્યા બદલ શનિવારે 25 વર્ષીય સલમાન સલીમ પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

મેટ્રોપોલિટન પોલીસે હત્યાની તપાસ શરૂ કરી સલમાન સલીમને કસ્ટડીમાં રિમાન્ડ મેળવવા માટે ક્રોયડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો જેને મંગળવારે લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં હાજર કરાશે.

સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે તેની સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડનું નેતૃત્વ કરી રહી છે. એક વ્યક્તિ છરીના ઘા સાથે મળી આવ્યો હોવાની માહિતી મળતા 16 જૂન, શુક્રવારે મધરાત્રે 1:27 કલાકે પોલીસ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસના પેરામેડિક્સ ધસી ગયા હતા. પરંતુ પ્રયાસો છતાં અરવિંદનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શુક્રવાર, 16 જૂનના રોજ હાથ ધરાયેલ પોસ્ટમોર્ટમમાં છાતીમાં છરાના ઘા વાગતા તેનું મૃત્યુ થયું હોવાનું જણાવાયું હતું. શશીકુમાર મૂળ કેરળના છે.

શુક્રવારની ઘટના અંગે કેમ્બરવેલ અને પેકહામના લેબર સાંસદ હેરિયેટ હરમને ટ્વિટ કરી જણાવ્યું હતું કે “શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. જો તમારી પાસે કોઈ માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરો જે તેને ન્યાય અપાવવામાં મદદ કરી શકે.”

LEAVE A REPLY

13 + four =