(istockphoto.com)

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ફુગાવાને નીચે લાવવા માટે 22 જૂનના રોજ પોતાના ‘બેઝ રેટ’ અથવા ‘વ્યાજ દર’માં અડધા ટકાનો વધારો કરીને વ્યાજદર 5 ટકા કર્યો હતો.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે આ વ્યાજ દર વધારો યુકેમાં અન્ય ઘણા દરોને પ્રભાવિત કરશે. જેમાં પર્સનલ લોન, મોરગેજ અથવા બચત ખાતાનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં ફુગાવાનો દર 9%થી નીચે છે અને બેન્કનું લક્ષ્ય તેને 2% સુધી નીચે લાવવાનું છે.

આ વ્યાજ દર છેલ્લા 15 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તરે પહોંચશે. આ વ્યાજ દરનો વધારો સતત 13મો વધારો છે. રોકાણકારો શરત લગાવી રહ્યા છે કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ આ વર્ષમાં વ્યાજના દરને 6 ટકા જેટલો ઊંચો લઇ જઇ શકે છે. આ વધારો કદાચ યુએસ ફેડરલ રિઝર્વ અથવા યુરોપિયન સેન્ટ્રલ બેંક કરતા પણ વધુ હોવાની અપેક્ષા છે.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ મંગળવાર તા. 13ના રોજ સંસદની સમિતિને જણાવ્યું હતું કે ‘ફુગાવો નીચે આવવામાં અપેક્ષા કરતાં ઘણો લાંબો સમય લઈ રહ્યો છે અને શ્રમ બજાર “ખૂબ તંગ” છે.’’ આ અઠવાડિયે રોઇટર્સે કરેલા મતદાનમાં, અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી હતી કે BoE વ્યાજ દરમાં બે વાર વધારો કરશે, જે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં દર પાંચ ટકાની ટોચે લઈ જશે.

સત્તાવાર આંકડા દર્શાવે છે કે એપ્રિલથી ત્રણ મહિનામાં મૂળભૂત પગાર વાર્ષિક 7.2 ટકા જેટલો વધ્યો છે. ત્રણ અઠવાડિયા અગાઉનો ડેટા દર્શાવે છે કે કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ફોરકાસ્ટમાં એપ્રિલમાં અનુમાન કરતાં ઓછો ઘટાડો દર્શાવે છે, જે 8.7 ટકા છે.

ઇન્વેસ્ટમેન્ટ ફર્મ PGIM ફિક્સ્ડ ઇન્કમના મુખ્ય યુરોપિયન અર્થશાસ્ત્રી કેથરિન નેઈસે કહ્યું હતું કે  “યુકે ખરેખર ખૂબ જ પડકારજનક પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યું છે. તે દેખીતી રીતે તમામ સેન્ટ્રલ બેંકો માટે પડકારરૂપ છે, પરંતુ મને લાગે છે કે યુકે અનન્ય રીતે પડકારવામાં આવ્યું છે.”

LEAVE A REPLY

17 + seven =