આસ્ડાએ જાહેરાત કરી છે કે તેણે £ 2.27 બિલિયનની એન્ટરપ્રાઇઝ વેલ્યુ સાથે ઇજી ગ્રૂપની UK અને આયર્લેન્ડના ઓપરેશન્સની ખરીદી કરવા સંમતી આપી છે. આ ડીલ બે બિઝનેસીસને સાથે લાવશે. જે બંનેની માલિકી ગુજરાતી મૂળના ઇસ્સા ભાઈઓની છે અને તેના ઇન્વેસ્ટમેન્ટ ફંડનું સંચાલન TDR કેપિટલ દ્વારા થાય છે. આ એક્વિઝિશનમાં 350 પેટ્રોલ ફિલિંગ સ્ટેશન સાઇટ્સ અને 1,000થી વધુ ફૂડ-ટુ-ગો શોપ્સનો સમાવેશ થાય છે.

EG ગ્રુપ માટે યુકેમાં અંદાજે 30 પેટ્રોલ ફીલીંગ સ્ટેશન્સ જાળવી રાખશે, જે આ સોદાનો ભાગ બનશે નહીં. આ ડીલથી આસ્ડા દર અઠવાડિયે લગભગ 21 મિલિયન ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા તેમજ આસ્ડાની વધતી જતી લોયલ્ટી સ્કીમનો લાભ લેવા અને સગવડતા, ઇંધણ, GM, કરિયાણા, ફૂડ સર્વિસ અને ઓમ્નીચેનલ રિટેલિંગને એકસાથે લાવવાની મંજૂરી આપશે.

ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ, આસ્ડા સંયુક્ત વ્યવસાયને સંપૂર્ણ રીતે એકીકૃત કરવા માટે આગામી ત્રણ વર્ષમાં £150 મિલિયન કરતાં વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે, શેરધારકો તેને ભંડોળ પૂરું પાડવા માટે £450 મિલિયનની વધારાની ઇક્વિટી પ્રદાન કરી રહ્યાં છે. આગામી ત્રણ વર્ષમાં £100m ની વધારાની P&L સિનર્જી જનરેટ થવાની અપેક્ષા છે.

આસ્ડાના ચેર સ્ટુઅર્ટ રોઝે કહ્યું: “ઇજી યુકે અને આયર્લેન્ડ તથા આસ્ડાનું એક્વિઝિશન યુકેએ ક્યારેય જોયું ન હોય તેવો ગ્રાહક ચેમ્પિયન બનાવશે. રિટેલમાં મારી સમગ્ર કારકિર્દી દરમિયાન, એક વાત હંમેશા સાચી રહી છે કે ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને સંતોષવી એ વિકાસનો માર્ગ છે.’’

આસ્ડાના સહમાલિક મોહસીન ઈસાએ જણાવ્યું હતું કે “આસ્ડા ગ્રાહકોનો કિંમતી સમય અને નાણાં બચાવવા માટે પ્રતિબદ્ધ છે. આ સંયોજન મોટરચાલકો માટે સકારાત્મક સમાચાર હશે અને અમે આસ્ડાની અત્યંત સ્પર્ધાત્મક ઇંધણ ઓફરને વધુ ગ્રાહકો સુધી પહોંચાડી શકીશું.”

2023ના ચોથા ક્વાર્ટરમાં ટ્રાન્ઝેક્શનનો અમલ થશે જે વધતી કન્વીનિયન્સ અને ફૂડ સર્વિસ બજારોમાં નોંધપાત્ર વૃદ્ધિની તકો ખોલશે.

LEAVE A REPLY

4 × two =