પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુકેની અગ્રણી રિટેલ કંપની અસ્ડા અમેરિકા સ્થિત રિયલ એસ્ટેટ કંપની બ્લૂ આઉલ કેપિટલ સાથે £400 મિલિયનની પ્રોપર્ટી ડીલ પર હસ્તાક્ષર કરવાની તૈયારીમાં છે. આ સોદાના ભાગરૂપે અસ્ડા તેના 20 સ્ટોર્સનું વેચાણ કરી શકે છે. અસ્ડાએ બિઝનેસના ટર્નએરાઉન્ડની યોજના માટેનું ભંડોળ મેળવવા માટે આ હિલચાલ કરી રહી છે.

રિટેલર તેના સુપરમાર્કેટની વૃદ્ધિ માટે રોકાણ કરવા માટે સેલ એન્ડ લીઝ લીઝ બેક પ્રોપર્ટી એગ્રીમેન્ટ કરશે. આ અંગેના અગાઉ મે મહિનામાં અહેવાલ આવ્યાં હતાં. આ સોદો અઠવાડિયામાં પૂર્ણ થવાની ધારણા છે. રિયલ એસ્ટેટ કંપની ઇસ્ટડિલ આ પ્રક્રિયાની દેખરેખ રાખી રહી છે.

અસ્ડાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેચાણ અને લીઝબેક ઘણા વર્ષોથી રિટેલ ઉદ્યોગની એક વિશેષતા રહી છે.અસ્ડાની પ્રોપર્ટી વ્યૂહરચનામાં મજબૂત ફ્રીહોલ્ડ બેઝ જાળવી રાખવાને પ્રાથમિકતા આપવામાં આવે છે, પરંતુ અમે મે વ્યવસાયમાં રોકાણના અમારા મટીરીયલ પ્રોગ્રામના ભાગ રૂપે અમારા પ્રોપર્ટી પોર્ટફોલિયોમાંથી મૂલ્ય મેળવવા માટે યોગ્ય તકો પર વિચાર કરીશું.

ગયા વર્ષે જૂનમાં, ખાનગી ઇક્વિટી કંપની TDR કેપિટલ LLPએ અસ્ડામાં ઝુબેર ઇસ્સાનો હિસ્સો ખરીદવા સંમતિ આપી હતી અને હવે તે 67.5% શેર ધરાવે છે. આ પછીથી અસ્ડા એલન લેઇટનના નેતૃત્વ હેઠળ ટર્નઅરાઉન્ડ યોજના તરફ આગળ વધી રહી છે. અગાઉ અસ્ડાએ 2023માં એક યુએસ રોકાણકાર સાથે £650 મિલિયનમાં આવી જ વેચાણ અને લીઝબેક મિલકતનો સોદો કર્યો હતો.

LEAVE A REPLY