પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
ભારત સરકારે વિદેશી કાળા નાણાં કાયદા હેઠળ 31 માર્ચ 2025 સુધીમાં રૂ.35,105 કરોડની ટેક્સ અને પેનલ્ટી ડિમાન્ડ નોટિસ જારી કરી છે અને 163 ફરિયાદો પણ દાખલ કરી છે, એવી મંગળવારે સંસદમાં માહિતી આપવામાં આવી હતી.
નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ મંગળવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે કાળા નાણાં (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) અને ટેક્સ વસૂલાતના કાયદા, ૨૦૧૫ હેઠળ સરકારે ૧ જુલાઈ, ૨૦૧૫થી ૩૧ માર્ચ, ૨૦૨૫ વચ્ચે, દંડ અને વ્યાજ તરીકે ૩૩૮ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી આ કાયદા હેઠળ ૧૦૨૧ કેસોનું મૂલ્યાંકન પૂર્ણ થયું હતું. કાયદા અનુસાર, આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે વિદેશી સંપત્તિ અને આવકનો ખુલાસો કરવો ફરજિયાત છે. જાહેર ન કરવા બદલ દંડ વસૂલવામાં આવી શકે છે. ચૌધરીએ કહ્યું કે ભારતને ૧૦૦થી વધુ દેશોમાંથી વિદેશી સંપત્તિ અને આવક વિશે માહિતી મળે છે.
સ્વિસ બેંકોમાં ભારતીયો સાથે જોડાયેલા ભંડોળમાં વધારા અંગેના નવા પ્રશ્નો વચ્ચે રાજ્યસભામાં કાળા નાણાં અને તેની વસૂલાત અંગેનો આ ખુલાસો થયો હતો. સ્વિસ નેશનલ બેંકના ડેટા અનુસાર ૨૦૨૪માં લગભગ રૂ.૩૭,૬૦૦ કરોડનું ભારતીય નાણું સ્વિસ બેંકમાં જમા થયું છે

LEAVE A REPLY