એશિયન અમેરિકન એડવોકસી જૂથો દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા રીપોર્ટ મુજબ, 2021માં મહામારી કરતાં હવે અમેરિકનો એશિયન અમેરિકનોને કોવિડ-19 માટે વધુ જવાબદાર ઠેરવે છે.
આ અભ્યાસમાં 20 ટકાથી વધુ ઉત્તરદાતાઓએ આ વર્ષે જણાવ્યું હતું કે એશિયન મૂળના લોકો ઓછામાં ઓછા અંશતઃ કોવિડ-19 માટે જવાબદાર છે, જ્યારે ગત વર્ષે તેની સરખામણીમાં 11 ટકા લોકોએ કહ્યું હતું કે આ મુદ્દે સમૂદાય દોષિત છે. અગ્રણી સંસ્થાઓ- એશિયન અમેરિકન્સ યુનાઈટેડ ફોર ચેન્જ (LAAUNCH.org) અને ધ એશિયન અમેરિકન ફાઉન્ડેશન (TAAF) દ્વારા જાહેર કરવામાં આવેલ આ અભ્યાસમાં એશિયન અમેરિકનોના અવિશ્વાસનું ઉચ્ચું સ્તર પણ દર્શાવવામાં આવ્યું છે.
33 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, એશિયન મૂળના લોકો અમેરિકા કરતાં તેમના કથિત મૂળ દેશ પ્રત્યે વધુ વફાદાર છે, જ્યારે તેની સરખામણીમાં 2021માં 20 ટકા લોકોએ આવું જ નિવેદન આપ્યું હતું.
TAAF અને LAAUNCHના બોર્ડના સભ્ય એરિક ટોડાએ જણાવ્યું હતું કે, ‘આ બાબત કાયમી વિદેશી માન્યતામાંથી ઉદભવે છે કે, એશિયનો અને એશિયન અમેરિકનો ભલે અહીં જન્મ્યા હોય કે ન હોય, તેમને હંમેશા તેમના વતનના દેશના નાગરિક તરીકે જ જોવામાં આવે છે.’
આ તારણો એશિયન વિરોધી તિરસ્કારમાં ધારા અંગેના અન્ય તાજેતરના અભ્યાસો સાથે સુસંગત છે, જેમાં કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સાન્તા બાર્બરાઝ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ હેટ એન્ડ એક્સ્ટ્રીમિઝમનો સમાવેશ થાય છે, જેણે 2020 અને 2021 વચ્ચે એશિયન વિરોધી હિંસામાં 339 ટકાનો વધારો દર્શાવ્યો હતો.
આમ છતાં, લગભગ એક તૃતીયાંશ ઉત્તરદાતાઓએ કહ્યું કે તેઓ જાણતા નથી કે એશિયન વિરોધી હિંસાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
ઘણા એશિયન અમેરિકન ઉત્તરદાતાઓએ અહીં સારા અનુભવ નહીં થયું હોવાનું જણાવ્યું છે ત્યારે 61 ટકા શ્વેત અને 33 ટકા અશ્વેત ઉત્તરદાતાઓની સરખામણીમાં, 29 ટકા એશિયન અમેરિકનોએ જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણ રીતે અમેરિકા જોડાયેલા છે અને અહીં સ્વીકૃત હોવાનો અનુભવ કરે છે. 18થી 24 વર્ષની વય વચ્ચેના એશિયન અમેરિકનોએ માત્ર 19 ટકાના સ્તરે ઓછા સંબંધની લાગણી અનુભવી હતી.