એશિયન કર્મચારીઓ અંગેના એક રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ઓફિસ કે અન્ય કામના સ્થળે તમામ વસ્તી વિષયક જૂથોમાં તેમનો સમાવેશ ઓછામાં ઓછો કરવામાં છે, આ તારણો બેઈન એન્ડ કંપનીના નવા સંશોધનમાં જાણવા મળ્યા છે.
માત્ર 16 ટકા એશિયન પુરૂષો અને 20 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ કામમાં સંપૂર્ણ રીતે સામેલ હોવાનું અનુભવે છે. સાત દેશોમાં ઉદ્યોગો અને વસ્તી વિષયક બાબતમાં અને વરિષ્ઠતાના તમામ સ્તરે દસ હજાર વ્યક્તિઓના બૈન સર્વે અનુસાર આ ટકાવારી ત્રીજા નિમ્ન જૂથ-અશ્વેત મહિલાઓની 22 ટકાથી નીચે હતી.
આ અંગે બૈનના ભાગીદારો કાર્તિક વેંકટરામન અને પામી યીએ લખ્યું છે કે, ‘આ સંદર્ભમાં, કામના સ્થળે એશિયન અનુભવને નવી ઊર્જામાં ન જોવો મુશ્કેલ છે.’
બૈન સંશોધન કામના સ્થળે એશિયન અમેરિકનોને જે પડકારોનો સામનો કરવો પડે છે તેના પર ભાર મૂકે છે, ખાસ તો એશિયન વિરોધી નફરત અને હિંસાની બાબતને મહત્ત્વમાં આપવામાં આવે છે.
યુએસએ ટુડેના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ 100માં પ્રોફેશનલ અથવા મેનેજર કક્ષાની નોકરી માટે એશિયન કામદારો અન્ય કોઈપણ મોટા જાતીવાદી અથવા વંશીય જૂથ કરતાં વધુ સંભાવના ધરાવે છે, જે એવી ધારણાને ઉત્તેજન આપે છે કે તેઓ કોર્પોરેટ કક્ષાની સફળતા મેળવવા માટે થોડા અવરોધોનો સામનો કરે છે, પરંતુ આ કંપનીઓના સૌથી વધુ વરિષ્ઠ એક્ઝિક્યુટિવના સ્થાને તેમની અછત જોવા મળે છે.
દેશની ટોચની કંપનીઓના પ્રોફેશનલ અને મેનેજમેન્ટના સ્થાનોમાં દર 45 શ્વેત પુરુષોમાંથી એક અને દર 60 શ્વેત મહિલામાંથી એક એક્ઝિક્યુટિવ છે. S&P 100 માં 88 કંપનીઓ પાસેથી મેળવેલ ફેડરલ વર્કફોર્સ રેકોર્ડ્સ અનુસાર, યુએસએ ટુડેએ જણાવ્યું છે કે, એશિયન મેનેજરો અને પ્રોફેશનલ્સ તરીકે દર 96માંથી માત્ર એક પુરૂષ અને દર 124માંથી એક મહિલા ટોચની નોકરી ધરાવે છે.