પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદ 1થી 10 એપ્રિલ દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે. ગયા વર્ષે એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF)એ તેની વાર્ષિક કોંગ્રેસ દરમિયાન ભારતને યજમાની અધિકારો આપ્યાં હતાં.

બુધવારે ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)એ પુષ્ટિ આપી હતી કે ચેમ્પિયનશિપની તારીખો નક્કી થઈ ગઈ છે. તે 1થી 10 એપ્રિલ દરમિયાન યોજાશે. ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સુધારેલા વજન વર્ગો હેઠળ હેઠળ યોજાનારી તે પ્રથમ એડિશન હશે.

શરૂઆતમાં આ ઇવેન્ટ ગાંધીનગરમાં યોજાવાની હતી, પરંતુ બાદમાં તેને અમદાવાદ ખસેડવામાં આવી હતી. અમદાવાદમાં આ બીજી મોટી આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ છે. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ પણ ઓગસ્ટમાં યોજાવાની છે.

ગુજરાત સરકાર 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે. ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે ઔપચારિક રીતે પોતાની બિડ પણ રજૂ કરી છે.

LEAVE A REPLY