વિદેશ સચિવ વિક્રમ મિસરીની દુબઈમાં અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકીની સાથે મુલાકાત(ANI Photo)

ભારતે બુધવાર, 28મેએ બિઝનેસ, શિક્ષણ અને તબીબી સારવાર માટે મુલાકાત લેવા માંગતા ફઘાનિસ્તાન નાગરિકો માટે વિઝા સેવા ફરી શરૂ કરી છે અને તેઓ હવે ઓનલાઈન અરજી કરી શકે છે.ઓગસ્ટ 2021માં તાલિબાને સત્તા કબજે કર્યા પછી, ભારતે કાબુલ સ્થિત તેના દૂતાવાસમાંથી અધિકારીઓને પાછા ખેંચી લીધા હતાં અને વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી.

તાલિબાન સાથે ભારતના સંબંધોમાં સુધારાના પ્રયાસના ભાગરૂપે ભારતે આશરે ચાર વર્ષ પછી વિઝા સર્વિસ ચાલુ કરી છે. વિઝા સર્વિસ ‘ન્યૂ અફઘાન વિઝા’ મોડ્યુલ હેઠળ ઉપલબ્ધ થશે.

વિદ્યાર્થી, બિઝનેસ, મેડિકલ, મેડિકલ અટેન્ડન્ટ, એન્ટ્રી અને યુએન ડિપ્લોમેટ વિઝા સહિત કેટેગરીમાં ભારતના વિઝા મળશે. ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડહોલ્ડર્સ પણ આ વિઝા મેળવી શકશે. ભારતમાં પ્રોપર્ટી ધરાવતા અફઘાનીઓ, ભારતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ વિઝા માટે અરજી કરી શકશે. અગાઉ તાલિબાને ભારતને ખાતરી આપી હતી કે, તે ભારતની ભૂમિ પર આતંકવાદ સંબંધિત કોઈ પ્રવૃત્તિઓ નહીં કરે.

LEAVE A REPLY