અમેરિકાની પેપાલ હોલ્ડિંગ્સની ભારતીય પેટાકંપની પેપાલ પેમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (પેપાલ)ને પેમેન્ટ એગ્રીગેટર-ક્રોસ બોર્ડર-એક્સપોર્ટ્સ (PA-CB-E) તરીકે કામ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ભારતમાં પેપાલના સંચાલનમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે અને ભારતીય નાના વ્યવસાયો માટે તેના સતત સમર્થનથી લગભગ 200 બજારોમાં સુરક્ષિત ક્રોસ-બોર્ડર ચુકવણી શક્ય બને છે.
એપ્રિલ 2025માં ભારતની નિકાસ 73.8 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે ત્યારે આ મંજૂરીનું વિશેષ મહત્ત્વ છે. પેપાલ ચેકઆઉટ, પેપાલ ઇન્વોઇસિંગ અને નો-કોડ ચેકઆઉટ ટૂલ્સ જેવી ડિજિટલ પેમેન્ટ સર્વિસિસ મારફત પેપાલ ભારતના નાના વ્યવસાયો માટે વૈશ્વિક વેચાણને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
