એસોસિએશન ઓફ ઇન્ડિયન્સ ઇન અમેરિકા (AIA), ન્યૂ યોર્ક ચેપ્ટર દ્વારા વાર્ષિક દીપાવલી મહોત્સવનું આયોજન 11 ઓક્ટોબરના રોજ લોંગ આઇલેન્ડના સાઉથ શોર સ્થિત બેબીલોન – જોન્સ બીચ નજીક આવેલા ઓવરલૂક બીચ પર કરવામાં આવ્યું છે.
પ્રમુખ બીના કોઠારીએ સમુદાયને આખો દિવસ ચાલનાર આ ઉજવણીમાં જોડાવા સૌને આમંત્રણ આપ્યું હતું જેમાં સૌ માટે પ્રવેશ મફત છે.
સંસ્થાના મુખ્ય આકર્ષણ સમાન આ ઉત્સવમાં આતશબાજી, સાંસ્કૃતિક કાર્યક્રમો, મીના બજાર અને ભારતીય ભોજન, રામાયણ મ્યુઝિકલ લાઇવ ડાન્સ ડ્રામા, રામ સેતુ પર એક શો, ભારતીય શાસ્ત્રીય અને લોક નૃત્યો, પ્રશાંત ગોયલ દ્વારા ફેશન શો અને જૈન દિવાળી જોડાણ પર પ્રેઝન્ટેશનનો સમાવેશ થાય છે. કાર્યક્રમનું સમાપન સાંજે 7 વાગ્યે 20-30 મિનિટની આતશબાજી સાથે સમાપ્ત થશે.
પરિવારો રમતો અને પ્રવૃત્તિઓ સાથે કિડ્સ કોર્નરનો આનંદ માણી શકશે તથા પુખ્ત વયના લોકો હેલ્થ એન્ડ વેલનેસ ઝોનમાં મફત યોગ અને ઝુમ્બા સેશનમાં ભાગ લઈ શકશે. ઉપરાંત રિટેલ બૂથ, ફૂડ સ્ટોલ, રંગોળી સ્પર્ધાઓ અને રેફલ ઇનામો પણ મળશે.
ન્યૂ યોર્કના ભારતના કોન્સ્યુલ જનરલ બિનયા શ્રીકાંત પ્રધાન, લો મેકર્સ અને સેલિબ્રિટીઝ સહિત મહાનુભાવો અને થશે બોલિવૂડમાંથી એક મહેમાન ઉપસ્થિત રહેશે.
