(ANI Photo)

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે ભારત અને શ્રીલંકામાં યોજાનારા વર્લ્ડ કપના છ મહિના પહેલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મંગળવાર, 2 સપ્ટેમ્બરે નિવૃત્તિ લીધી હતી. 35 વર્ષીય સ્ટાર્કે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા આ નિર્ણય લીધો હતો.

આ અંગેની જાહેરાત કરતાં સ્ટાર્કે કહ્યું હતું કે હું ટેસ્ટ ક્રિકેટને સૌથી વધુ પ્રાથમિકતા આપું છું.ટી20ની મેચોની મજા માણી, ખાસ કરીને 2021 ટી20 વર્લ્ડકપમાં ખૂબ શાનદાર અનુભવ રહ્યો હતો. હવે ભારત સામે ટેસ્ટ સીરિઝ, એશિઝ અને 2027 વનડે વર્લ્ડકપને જોતાં મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે. નવા બોલર્સને મોકો મળશે.’

મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેને આ ફોર્મેટમાં 79 વિકેટ લીધી હતી. તેમનાથી આગળ એડમ ઝામ્પા છે, જેમણે 130 વિકેટ લીધી છે.

સ્ટાર્કે વર્ષ 2012માં પાકિસ્તાન સામેની મેચમાં ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે ભારત વિરુદ્ધ ગ્રોસ આઈલેટમાં તે છેલ્લી ટી20 મેચ રમ્યો. તેને 65 મેચોમાં કુલ 79 વિકેટ ખેરવી હતી. તે ઑસ્ટ્રેલિયા માટે ટી20માં બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. પહેલા ક્રમાંકે એડમ ઝામ્પા છે જેણે 103 મેચોમાં 103 વિકેટો ખેરવી છે.

સ્ટાર્ક આઈપીએલ 2024માં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સે આ ખેલાડીને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

LEAVE A REPLY