પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ નાગરિકતા (સુધારા) ધારાની (CAA) હેઠળ ભારતમાં પ્રવેશ માટેની કટ-ઓફ તારીખ 31 ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે, જેનાથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ સહિત અત્યાચારનો ભોગ બનેલા લઘુમતી સમુદાયોના સભ્યોને માન્ય મુસાફરી દસ્તાવેજો વિના પણ ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

આનાથી ભારતમાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના લઘુમતિઓને વિશેષ રાહત મળી હતી. હવે તેમના પર કાર્યવાહી હાથ ધરાશે નહીં. સરકારે આ જાહેરાત સોમવારથી અમલી બનેલા ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 હેઠળ હુકમ જાહેર કર્યો હતો. ગયા વર્ષે અમલમાં આવેલા નાગરિકતા (સુધારા) કાયદા (CAA) હેઠળ, 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં આવેલા વ્યક્તિઓ ભારતીય નાગરિકત્વ માટે પાત્ર છે.

આ આદેશ અન્વયે ભારતમાં 1959થી 30 મે, 2003 દરમિયાન સ્પેશિયલ એન્ટ્રી પરમિટ સાથે ભારતમાં આવેલા નેપાળ, ભૂતાન અને તિબેટિયન નાગરિકોને પણ આ જ પ્રકારની રાહત અપાઈ છે. જો કે ચીન મકાઉ, હોંગકોંગ અથવા પાકિસ્તાનના રસ્તે થઈ ભારતમાં પ્રવેશનારા અથવા પરત જનારા નેપાળ-ભૂતાનના નાગરિકોને આ જોગવાઈ લાગુ નહીં પડે. આ એક્ટની કલમ 21 મુજબ, ભારતમાં માન્ય પાસપોર્ટ અથવા દસ્તાવેજો વગર ઘૂસનારા લોકોને પાંચ વર્ષ સુધીની કેદ અને/અથવા રૂ. પાંચ લાખ સુધીનો દંડ થશે. ઓવર સ્ટે કરનારા વિદેશીઓને ત્રણ વર્ષની જેલ અને/અથવા રૂ. 3 લાખના દંડ સુધીની સજા થઈ શકે છે.

LEAVE A REPLY