(Photo by STR/AFP via Getty Images)

આયુષ્માન ખુરાના પોતાની સરળ ઇમેજમાંથી બહાર આવીને હવે એકશન અભિનેતા બનવા જઇ રહ્યો છે. તેની નવી ફિલ્મ આનંદ એલ રાયની છે જેનું ટાઇટલ એકશન હીરો છે.

આ ફિલ્મનું પ્રોડક્શન ટી-સીરીઝ કરશે, જ્યારે તેનું દિગ્દર્શન અનિરુદ્ધ ઐયર કરી રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં આયુષ્માન ખુરાના રોમેન્ટિક ફિલ્મોમાંથી બહાર નીકળીને એકશન ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની પ્રથમ વખત જ સ્ક્રિપ્ટ વાંચતા તેને કહાની પસંદ પડી હતી. આ અંગે આયુષ્યમાને જણાવ્યું હતું કે, મને એકશન હીરોની સ્ક્રિપ્ટ બહુ પસંદ પડી ગઇ હતી.

૩૭ વર્ષીય આયુષ્યમાને જણાવ્યું હતું કે, તે આનંદ એલ રાય સાથે પોતાની કારકિર્દીમાં ત્રીજી વખત કામ કરશે. તેણે એમ પણ કહ્યું હતું કે, મને આશા છે કે અમે બન્ને જણા એકશન હીરો ફિલ્મમાં પણ પહેલાની જેમ દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહીશું.

હું ભૂષણજી સાથે કામ કરવા ઉત્સાહિત છું. મારા માટે આ એક વિશેષ ફિલ્મ છે. ભૂષણ કુમાર અને આયુષ્માન ખુરાના ચોથી વખત સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ભારત અને લંડનમાં કરવામાં આવશે.