ફાયરિંગ
કેનેડાના સરેમાં ભારતીય હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માની માલિકીના નવા ખુલેલા રેસ્ટોરન્ટ, કેપ્સ કાફેની પર ગોળીબાર થયો હતો. (PTI Photo)

કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેપ્સ કાફે પર બુધવાર, 10 જુલાઇએ ફાયરિંગની ઘટના પછી એક ખાલિસ્તાનની આતંકી સંગઠને શીખોની ધાર્મિક લાગણી દુભાવવા માટે આ કોમેડિયની જાહેરમાં માફીની માગણી કરી હતી. 4 જુલાઈના રોજ ખુલેલા કપિલ શર્માના કેપ્સ કાફે પર પાંચથી સાત રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતીં, પરંતુ કાફેના કાચ તૂટી ગયા હતાં.

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે હરજીત સિંહ લાડ્ડીએ ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે કપિલ શર્માના શોમાં એક સહભાગીએ નિહંગ શીખોના પરંપરાગત પોશાક અને આચરણ પર કેટલીક “રમૂજી” ટિપ્પણીઓ કરી હતી જેનાથી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હતી.કોમેડીના આડમાં કોઈ ધર્મ કે આધ્યાત્મિક ઓળખની મજાક ઉડાવી શકાય નહીં.

સોશિયલ મીડિયા પોસ્ટમાં લાડીએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે બ્રિટિશ કોલંબિયાના સરેમાં આવેલા કેપ્સ કાફેમાં થયેલા ગોળીબાર પાછળ તેનો અને તુફાન સિંહનો હાથ હતો. તુફાન સિંહ પણ BKI સાથે પણ જોડાયેલો છે.
લાડ્ડીએ જણાવ્યું હતું કે શીખ સમુદાયે કપિલ શર્માના મેનેજરને ઘણી વાર ફોન કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. કપિલ શર્માએ જાહેરમાં માફી કેમ ન માંગી.

 

LEAVE A REPLY