સચિન
(@BCCI X/ANI Photo)

લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં ગુરુવારે મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) મ્યુઝિયમમાં સચિન તેંડુલકરના પેઇન્ટિંગનું અનાવરણ કરાયું હતું. આ મ્યુઝિમમાં પેઇન્ટિંગ હોય તેવો સચિન પાંચમો ભારતીય ક્રિકેટર બન્યો હતો. કલાકાર સ્ટુઅર્ટ પીયર્સન રાઈટ તૈયાર કરેલ આ ચિત્ર આ વર્ષના અંત સુધી MCC મ્યુઝિયમમાં રહેશે. આ પછી તેને પેવેલિયનમાં ખસેડવામાં આવશે.

એમસીસીના મ્યુઝિયમમાં કોઈ ભારતીય ખેલાડીનું આ ચોથું પિક્ચર છે. આ અગાઉ કપિલ દેવ, બિશનસિંઘ બેદી, દિલીપ વેંગસરકરની તસવીરો લગાવવામાં આવી હતી. લોર્ડ્ઝ પોટ્રેટ કાર્યક્રમ પોતાના વર્તમાન સ્વરૂપને ત્રણ દાયકાથી ચલાવી રહ્યું છે પરંતુ એમસીસી વિક્ટોરિયન સમયથી કલા અને કલાકૃતિઓને એકત્રિત કરી રહ્યું છે. 1950ના દાયકામાં એક સમર્પિત સંગ્રહાલય તરીકે સ્થાપના થઈ હતી અને ઐતિહાસિક ગ્રાઉન્ડની લોન્જ રૂમ ગેલેરી રમતજગતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગેલેરી છે. વર્તમાન સમયમાં લગભગ ત્રણ હજાર પેઇન્ટિંગ છે જેમાંથી લગભગ 300 ઓઇલ પેન્ટિંગ છે.

LEAVE A REPLY