અમિતાભ બચ્ચનના 11 ઓક્ટોબરે જન્મદિનની પૂર્વસંધ્યાએ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પૂરી દરિયાકિનારે બચ્ચનું શિલ્પ તૈયાર કર્યું હતું. (PTI Photo)

અમિતાભ બચ્ચન રવિવારે ૧૧ ઓકટોબરના રોજ ૭૮ વર્ષના થયા હતા. આ વખતે તેમણે પોતાનો જન્મદિવસ પરિવારજનો સાથે સાદાઈથી મનાવ્યો હતો. તેમના જન્મદિને અહેવાલ મળ્યા છે કે અમિતાભ વેબ સિરિઝમાં દેખાશે. અમિતાભ એપલ ટીવીની વેબ સીરીઝ શાંતારામમાં જોવા મળે તેવી શક્યતા છે.

આ સીરીઝમાં રાધિકા આપ્ટે અન ચાર્લી હન્નમ પણ કામ કરવાના છે. ગ્રેગરી ડેવિડ રોબર્ટસ દ્વારા લખવામાં આવેલ નવલકથા શાંતારામને પડદા પર ઉતારવા માટે છેલ્લા ૧૭ વરસથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ વેબ સીરીઝમાં બિગ બી એક અપરાધીનું પાત્ર ભજવતા જોવા મળશે. આ એક એવી વ્યક્તિની વાર્તા છે જે ઓસ્ટ્રેલિયાથી ભાગીને મુંબઇ આવે છે અને ઝુંપડપટ્ટીઓમાં રહીને પોતાની નવી જિંદગી શરૂ કરે છે. આ વેબ સીરીઝને ૨૦૨૧થી શરૂ કરવાની યોજના છે.