બાગેશ્વર ધામ

લેસ્ટર ઇસ્ટના સાંસદ શિવાની રાજાએ તાજેતરમાં પ્રખ્યાત ભારતીય આધ્યાત્મિક નેતા પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી – બાગેશ્વર ધામ સરકારના સ્વાગત સમારોહનું પાર્લામેન્ટ અને લેસ્ટરમાં આયોજન કર્યું હતું.

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના વડા શ્રી શાસ્ત્રીએ તેમના આધ્યાત્મિક ઉપદેશો થકી વિશ્વભરમાં લાખો લોકોને પ્રેરણા આપી છે. વેસ્ટમિન્સ્ટરમાં તેમની હાજરીને એમપી શિવાની રાજાએ “આપણા સહિયારા વારસાની શક્તિશાળી યાદ અપાવનાર” તરીકે વર્ણવી હતી, જે બ્રિટિશ જાહેર જીવનમાં સાંસ્કૃતિક વિવિધતાના મૂલ્યને મજબૂત બનાવે છે.

શિવાની રાજાએ આંતરધાર્મિક સંવાદિતા, સમુદાયીક જોડાણ અને આધ્યાત્મિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે આવી મુલાકાતોના મહત્વ પર ભાર મૂકતાં ઉમેર્યું હતું કે “આ કાર્યક્રમો એકતામાં આપણને મળતી શક્તિની ઉત્તેજક યાદ અપાવે છે.”

બાગેશ્વર ધામ શિષ્ય મંડળ યુકે દ્વારા લેસ્ટરમાં યોજાયેલા ખાસ દિવ્ય વચન કાર્યક્રમમાં હજારો લોકો એકત્રીત થયા હતા. શાસ્ત્રીજીના યુકે પ્રવાસમાં કેમ્બ્રિજ (૧૭ જુલાઈ), લેસ્ટર (૧૮ જુલાઈ) અને લંડન (૧૯-૨૦ જુલાઈ)ના વેમ્બલીના સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે દિવ્ય વચન કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY