(Photo by Oli Scarff/Getty Images)

એરપોર્ટ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને પુનર્જીવિત કરવા માટે યુકે પરત ફરનારા મુસાફરો માટેનો ક્વોરેન્ટાઇન પીરીયડ 14 દિવસથી ઘટાડીને માત્ર પાંચ દિવસનો કરવામાં આવશે એવી જાહેરાત વડા પ્રધાન બોરીસ જ્હોન્સન દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે.

નવી ટેસ્ટ એન્ડ રીલીઝ યોજના હેઠળ, આવતા મહિનાની શરૂઆતમાં, “ઉચ્ચ જોખમ ધરાવતા” દેશોમાંથી યુકે પરત ફરનારા મુસાફરોને પાંચમા દિવસે કોરોનાવાયરસનો ટેસ્ટ કરાવવાનો રહેશે અને જો તે ટેસ્ટ નકારાત્મક જણાશે તો તેમને પાંચમા દિવસે સેલ્ફ આઇસોલેશનમાંથી મુક્ત કરવામાં આવશે. ઝડપી પરિણામો આપતા ટેસ્ટ કે જે એક કલાકની અંદર પરિણામો આપે છે તેનો ઉપયોગ એનએચએસ સંસાધનો પર વધુ તાણ અટકાવવા માટે કરવામાં આવશે.

ટ્રાવેલ કન્સલ્ટન્સી પીસી એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ પોલ ચાર્લ્સે જણાવ્યું હતું કે, “ડિસેમ્બરથી ટ્રાવેલ સેક્ટરમાં આથી મોટો વધારો થશે અને પરત ફરેલા લોકો પરિવાર અને મિત્રોની મુલાકાત લઈ શકશે. ખાનગી ટેસ્ટીંગના પરિણામો પણ વધુ ઝડપી બનવાનાં છે, જે ક્વોરેન્ટાઇનમાંથી ઝડપથી બહાર આવવામાં મદદ કરશે.”

ટ્રાવેલ કોરિડોર, જે નીચા જોખમવાળા દેશોમાંથી યુકે આવતા લોકોના ક્વોરેન્ટાઇનને અવરોધવા માટે સક્ષમ બનાવે છે તેને ચેપ દર બદલાતા દર સાપ્તાહિક ધોરણે ચાલુ રાખશે અને તેની સમીક્ષા કરવામાં આવશે. જેમાં જિબ્રાલ્ટર અને મુઠ્ઠીભર ગ્રીક ટાપુઓનો સમાવેશ થાય છે. જ્યાંથી યુકેના આગમન પર કોઈ ખાસ પ્રતિબંધ નથી અને વધુ 22 સ્થળો એવા છે જેના પર મર્યાદીત પ્રતિબંધો છે. આ દેશોની હોલીડેઝ કરવાનું લૉક-ડાઉન પછી શક્ય બની શકે છે.

વ્હાઇટહોલના એક સ્રોતએ ડેઇલી મેઇલને કહ્યું હતું કે “જ્યારે લોકો સલામત છે ત્યારે તેઓ ફરીથી હોલીડેઝ માટે ઉડાન ભરે તે માટે અમે ઉત્સુક છીએ, અને વડા પ્રધાન, ખાસ કરીને આપણે બિઝનેસ ટ્રાવેલ પર જે અસર જોઇ છે તેના વિશે ચિંતિત છીએ. 14ને બદલે પાંચ દિવસનો ક્વેરેન્ટાઇન પીરીયડ કરવાથી મોટો ફરક પાડવાની સંભાવના છે.”

મિનીસ્ટર્સ પણ ક્રુઝ ટ્રિપ્સને પુનર્જીવિત કરવા માટેના પેકેજ સાથે સંમત થવાની અપેક્ષા રાખે છે. આ ઇન્ડસ્ટ્રી યુકેની અર્થવ્યવસ્થાને £10 બિલીયનના મૂલ્યનો બિઝનેસ આપે છે. ટાસ્કફોર્સ સૂચવશે કે ડોમેસ્ટીક ક્રુઝને જાન્યુઆરીના અંતથી ફરીથી શરૂ કરવાની છૂટ હોવી જોઈએ, જો કે ઓપરેટરોએ બતાવવું પડશે કે તેમની પાસે કડક પરીક્ષણ અને ચેપ નિયંત્રણની કાર્યવાહી છે.