(istockphoto.com)

વિશ્વની ટોચની લક્ઝરી કાર શ્રેણીમાં સામેલ લેમ્બોર્ગિનીનું ભારતમાં વેચાણ કોરોના જેવા કપરાકાળમાં પણ વધ્યું છે. ઇટાલિયન સુપર-લક્ઝરી ઓટોમેકર લેમ્બોર્ગિનીનું ભારતનું વેચાણ 2021માં 86% સુધી વધ્યું છે અને કુલ 69 યુનિટ્સ 2021માં વેચ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીનો આ અત્યાર સુધીનો સૌથી વધુ વેચાણનો આંકડો છે. લેમ્બોર્ગિનીએ બુધવારે જણાવ્યું હતું કે તેણે વર્ષ 2020માં ભારતમાં 37 કારનું વેચાણ કર્યું હતું. કંપનીની કારની કિંમત 3.16 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ અગાઉ વર્ષ 2019માં તેના અત્યાર સુધીના સૌથી વધુ 52 યુનિટ્સનું વેચાણ કર્યું હતું જે રેકોર્ડ 2021માં તૂટ્યો છે.