બીએપીએસ મંદિર, મોરબીના હરિસ્મરણ સ્વામી અને અન્ય મહાનુભાવોએ ટેંકનું પૂજન કર્યું હતું. આ નિમિત્તે સમયસર ઓક્સિજન પહોંચાડવા બદલ મહાનુભાવોએ બીએપીએસ અને દાતોઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

BAPSના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અને પ.પૂ. બ્રહ્મવિહારીસ્વામી, સ્વયંસેવકો અને દાતાઓના સંકલનથી અબુધાબી સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા મોકલવામાં આવેલો લિક્વિડ ઓક્સીજનનો પ્રથમ ગુજરાત પહોંચી ગયો હતો. આ ઓક્સિજન જરૂરીયાતવાળી જામનગર અને મોરબીની હોસ્પિટલ્સને પુરો પડાયો હતો. ભારતમાં અત્યારે મેડિકલ ઓક્સિજનની અછત છે ત્યારે યુએઇમાં દાતાઓની મદદથી 44 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની બે ક્રાયોજેનિક ટેન્ક લઇને જહાજ અબુધાબીથી 1 મે ના રોજ નીકળીને 6 મે ના રોજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું હતું. ત્યાંથી આ વિશેષ ટેન્ક્સ રોડ મારફતે આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણો મુજબ તેના નિયત સ્થાને પહોંચાડવામાં આવી હતી. આ એક ટેન્કમાંથી પાંચ હજારથી વધુ સીલિન્ડર્સમાં ઓક્સીજન ભરી શકાય છે અને તેનાથી ઘણા લોકોનું જીવન બચાવવામાં મદદ મળશે. BAPS સ્વામીનારાયણ મંદિર અબુધાબી દ્વારા, ભારતમાં મહિને 440 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સીજન પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. BAPS હિન્દુ મંદિર દ્વારા નક્કી કરેલા સ્થળોએ વિના મૂલ્યે ઓક્સિજન પહોંચાડવા ભારત અને ગુજરાત સરકાર સાથે સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. 8 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન ધરાવતી ટેન્ક મોરબીની સિવિલ હોસ્પિટલને દાનમાં આવી છે જ્યારે 12 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન જામનગરની ગુરુ ગોબિંદ સિંહ જનરલ હોસ્પિટલને પહોંચાડવામાં આવ્યો છે.

મોરબીમાં ટેંકના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કે. આર. સરડવા અને મોરબી નગરપાલિકના વડા કે. કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. બીએપીએસ મંદિર, મોરબીના હરિસ્મરણ સ્વામી અને અન્ય મહાનુભાવોએ ટેંકનું પૂજન કર્યું હતું. આ નિમિત્તે સમયસર ઓક્સિજન પહોંચાડવા બદલ મહાનુભાવોએ બીએપીએસ અને દાતોઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

જામનગરમાં પણ મહાનુભાવો અને હોસ્પિટલના અધિકારીઓ ટેંકના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ પ્રધાન આર. સી. ફળદુ, રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્ર સિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, મેડિકલ કોલેજના ડીન ડો. નંદિનીબેન દેસાઇ, હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. દીપક તિવારી, અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા સહિતના લોકોનો સમાવેશ થાય છે. સહુએ આ સંકટના સમયે BAPS અને દાતાઓના સેવાકાર્યોને બિરદાવ્યા હતા.