Biden's announcement to re-enter the race for the presidency
(Photo by MANDEL NGAN / AFP)

વડા પ્રદાન મોદી સાથે વાતચીતના 15 દિવસથી ઓછા સમયમાં ભારતને કોરોના સહાય પૂરી પાડવા પ્રતિબધ્ધ બાઈડેન વહિવટીતંત્રએ અસામાન્ય પ્રતિભાવ સ્વરૂપે ભારતને લગભગ 50 કરોડ ડોલરની સહાય પૂરી પાડી છે. પ્રમુખ બાઈડેને વડાપ્રધાન મોદીને ખાતરી આપી હતી કે ભારત અને અમેરિકા સાથે મળીને કોરોનાનો સામનો કરશે.

સ્વાભાવિકપણે કુદરતી સાથીદાર એવા ભારતની મદદ માટે વહીવટીતંત્ર જ નહીં પણ સમગ્ર અમેરિકાનું કોર્પોરેટ જગત અને તે ઉપરાંત અમેરિકન નાગરિકો અને ભારતીય અમેરિકનોએ છૂટથી આર્થિક સહાય વહાવી છે. 50 કરોડ ડોલરની કોરોના સહાયમાં બાઈડેન તંત્ર તરફથી 100 મિલિયન ડોલર, ફાર્મા મેજર ફાઈઝર દ્વારા 70 મિલિયન ડોલર તેમજ ગૂગલની 18 મિલિયન ડોલરની સહાયનો સમાવેશ થાય છે.

રોકડ સહાય ઉપરાંત 390 ડોલરનાં એક એવા 4.5 લાખ રેમડેસિવીર ડોઝ, જીવન રક્ષક પ્રણાલી, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ તથા અન્ય દવાઓ તથા ઉપકરણોના શીપમેન્ટ પણ રવાના કરાયા છે અથવા રવાનગીના તબક્કો છે. સેવા ઈન્ટરનેશલે 15 મિલિયન ડોલર, અમેરિકન એસોસિએશન ઓફ ફીઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજીને 3.6 મિલિયન ડોલર, ઈન્ડિયા ડાયસ્પોરાએ 2.5 મિલિયન તથા જય શેટ્ટીએ 4 મિલિયન ડોલરનાં ભંડોળો એકત્ર કર્યા છે.

યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજીક એન્ડ પાર્ટનરશીપ ફોરમના મુકેશ અધીએ કોરોના સહાય ઝુંબેશને ‘બર્લિન લાઈફ મોમેન્ટ’ ગણાવતા જણાવ્યું હતું કે હાલની ઘડી સમગ્ર સમુદાય માટે લાગણીસભર પળો છે. યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના નીશા દેસાઈ બિસ્વાલે જણાવ્યું હતું કે છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર અમેરિકામાંથી આવેલું વ્યાપક સમર્થનનું મોજું ભારતીય પ્રજા પરત્વે તત્કાળ ઉમટેલા માનવભાવનું પ્રતિક છે જે બંને દેશોના નિકટતમ સંબંધો દર્શાવે છે. ગત વર્ષે કોરોના મહામારી વખતે ભારતે અમેરિકા માટે દર્શાવેલી સેવાભાવનાના જવાબમાં અમેરિકનો પણ વળતો સેવાભાવ વ્યક્ત કરી રહ્યાનું નીશાએ જણાવ્યું હતું.