વાવાઝોડાથી મુંબઈના દરિયામાં ડુબેલી ગયેલા બાર્જ P305ના બચાવેલા લોકોને લઇને આઇએનએસ કોચી મુંબઈ નવલ ડોકયાર્ક પર આવી પહોંચ્યું હતું. (PTI Photo/Shashank Parade)

તાઉ-તે વાવાઝોડાને કારણે સોમવારે મુંબઈના દરિયામાં 261 લોકો સાથેની એક હોળી (બાર્જ) ડુબી જવાથી 22 લોકોના મોત થયા હતા અને આશરે 51 લોકો હજુ લાપત્તા છે. રાહત અને બચાવની કામગીરી કરે રહેલા ભારતીય નૌકાદળને ડુબી ગયેલા બાર્જમાંથી 22 મૃતદેહો મળ્યા હતા.

વાવાઝોડાને દરમિયાન મુંબઈના સમુદ્રમાં ચાર જહાસ ફસાયા હતા અને તેનાથી ભારતીય નૌકાદળ દ્વારા મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલું કરવામાં આવી હતી. આ જાહાજોમાં કુલ 713 લોકો સવાર હતા. જેમાંથી ONGCનું બાર્જ P305 ડૂબી ગયું હતું. નૌકાદળે જણાવ્યું હતું કે અત્યારસુધી 22 મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા છે અને આ જહાજમાં સવાર 188 લોકોનો બચાવ પણ કરવામાં આવ્યો હતો. બુધવારે સવારે આઇએનએસ કોચી દ્વારા બચાવાયેલા લોકોને બહાર લાવવામાં આવ્યા હતા.

બાર્જ P305 ઉપરાંત ગાલ કન્સ્ટ્રક્ટર પર 137 લોકો ફસાયેલા હતા. આ તમામ લોકોનો બચાવ કરવામાં આવ્યો હતા. બાર્જ SS-3 પર 202 અને સાગર ભૂષણ પર 101 લોકો ફસાયા હતા. નેવીના જણાવ્યા પ્રમાણે આ જહાજના તમામ લોકો સુરક્ષિત છે અને તેઓને ખાવા-પીવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ જહાજોને ONGCની મદદથી ખેંચીને પરત લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.