બાર્કિંગ અને ડેગેનહામ કાઉન્સિલ દ્વારા સફળ કાર્યવાહી કરીને બાર્કિંગના સાઉથવોલ્ડ ડ્રાઇવ પર એક પ્રોપર્ટીને પ્લાનિંગ પરવાનગી વિના ગેરકાયદેસર રીતે બે સેલ્ફ કન્ટેઇન્ડ ફ્લેટમાં વિભાજીત કરવા બદલ બે મકાનમાલિકો દુશાંતિ પીટર અને જયકોડી પરેરાને £100,000થી વધુ રકમનો દંડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તેમને સિંગલ ફેમીલી ડ્વેલીંગમાં પુનઃસ્થાપિત કરવા માટે એન્ફોર્સમેન્ટ નોટિસ આપવામાં આવી હોવા છતાં, આ જોડી તેનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી.
કાઉન્સિલના પ્લાનિંગ એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ તપાસ ફરી શરૂ કરી તેમને નવેમ્બર 2023માં બાર્કિંગસાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બોલાવ્યા હતા. જ્યાં તેમને ફેબ્રુઆરી 2024માં દોષિત ઠેરવ્યા હતા. કેસને સજા અને પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ એક્ટ (POCA) સુનાવણી માટે સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં આ જોડીને £12,000નો દંડ, POCA જપ્તીના કુલ £88,657.59 ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો.
કાઉન્સિલર સૈયદ ગની, કેબિનેટ સભ્ય ફોર એન્ફોર્સમેન્ટ એન્ડ કોમ્યુનિટી સેફ્ટીએ જણાવ્યું હતું કે: “અમે એવા મકાનમાલિકોને સહન કરીશું નહીં. અદાલતોએ આ ગુનાની ગંભીરતાને ઓળખી છે અને ખાતરી કરી છે કે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિની આવક વસૂલ કરવામાં આવી છે.”












