યુનિવર્સિટી કોલેજ લંડન (UCL) ના અભ્યાસ મુજબ, જે મહિલાઓ તેમના પરિવારમાં પ્રથમ ડિગ્રી મેળવે છે તેમની માતા બનવાની શક્યતા યુનિવર્સિટીમાં શિક્ષિત માતાપિતા ધરાવતી માતાઓ કરતાં ઘણી ઓછી હોય છે. 1970ના બ્રિટિશ કોહોર્ટ સ્ટડીના ડેટાનો ઉપયોગ કરીને 46 વર્ષની વયની 8,000 મહિલાઓનો અભ્યાસ કરાયો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે પરિવારમાં પહેલી (FiF) મહિલા સ્નાતકોમાં નિઃસંતાન રહેવાની શક્યતા 40% વધુ હતી અને ગ્રેજ્યુએટ માતાપિતા ધરાવતા સાથીદારો કરતાં સરેરાશ 0.17 ઓછા બાળકો હતા.
આ તફાવત નાણાકીય બાબતો અથવા કારકિર્દીને કારણે નહોતો પરંતુ કિશોરાવસ્થામાં આત્મસન્માનમાં ઘટાડો અને માતૃત્વ વ્યક્તિગત સ્વતંત્રતાને મર્યાદિત કરે છે તેવી માન્યતાઓને કારણે હતો.
મુખ્ય સંશોધક ડૉ. અન્ના એડમેક્ઝે જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રેકોર્ડ-નીચા પ્રજનન દર છે ત્યારે આ તારણો સારો પ્રકાશ પાડે છે.












