બીટલ્સ ફેમ જ્યોર્જ હેરિસન દ્વારા 1973માં હરે કૃષ્ણ મુવમેન્ટને દાનમાં આપવામાં આવેલ આધ્યાત્મિક અભયારણ્યમાં સ્થાપવામાં આવેલ ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિરની ગયા સપ્તાહના અંતમાં 50મી વર્ષગાંઠની શાનદાર શૈલીમાં ઉજવણી કરવામાં આવી હતી. અસંખ્ય પ્રવૃત્તિઓ વચ્ચે મુખ્ય આકર્ષણ 79 એકરના મંદિર સંકુલમાં 14 સુંદર સુશોભિત પ્રશિક્ષિત બળદોની ભવ્ય શોભાયાત્રા હતી.

બરી પ્લેસ, લંડન W1માં 1969માં ખરીદાયેવું મંદિર ખૂબ નાનું પડતું હોવાથી જ્યોર્જે ફેબ્રુઆરી 1973માં  વોટફર્ડ નજીકના એલ્ડનહામમાં આવેલ એસ્ટેટ ખરીદી હતી અને ભક્તિવેદાંત મેનોર માટે મંદિરને દાન કરી હતી. તે વર્ષના અંતમાં જૂનમાં સૌ પ્રથમ ભક્તો તે પરિસરમાં ગયા હતા.

ભક્તિવેદાંત મેનોરના વર્તમાન મંદિર પ્રમુખ વિશાખા દાસીએ કહ્યું હતું કે “ભક્તિવેદાંત મનોરના 50 વર્ષની ઉજવણી કરવા બદલ અમને ખૂબ જ આનંદ છે અને સન્માન  અનુભવીએ છીએ. અમારી શરૂઆતની અસાધારણ વાર્તાથી માંડીને આજે અમે બનાવેલા સમૃદ્ધ સમુદાય સુધી આ વર્ષ અમારા મંદિર માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ બધું શક્ય બનાવનાર જ્યોર્જ હેરિસન અને અલબત્ત ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના અમૂલ્ય યોગદાન અને ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના અજોડ યોગદાનથી, જેમણે પોતાનું જીવન મેનોર બનાવવા માટે વિતાવ્યું છે તેવા તમામ ભક્તોની નિષ્ઠા અને સમર્પણ વિના આમાંનું કંઈ પણ શક્ય ન હોત – અમે તે બધા માટે અમારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ”

ભક્તિવેદાંત મનોર પાસે 63 ગાયો અને બળદો છે અને ત્યાં આધુનિક અને પરંપરાગત ગાયોની સંભાળ રખાય છે તેમ જ એકરોમાં વ્યાપેલી ગોચર જમીન છે. જે ખરેખર ગાયો માટે એક વાસ્તવિક આશ્રયસ્થાન છે. આ કેન્દ્રમાં એક ઓર્ગેનિક કૃષિ ફાર્મ પણ છે જે જમીન અને પર્યાવરણ માટે સારી એવી ટકાઉ અને કુદરતી ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

મૂળ એસ્ટેટના માલિક થોમસ પીકોટના નામ પરથી પિકોટ્સ મેનોર તરીકે ઓળખાતા તેરમી સદીથી ચાલ્યા આવતા ફારમની ગાયોનું દુધ રાજા હેનરી VIII ના કોર્ટ્સને મોકલવામાં આવતું હોવાનું કહેવાય છે. 1912માં તેનું વેચાણ કરાયું હતું અને 1923ની આસપાસ તેને વધુ ‘ઇંગ્લિશ’ લાગે તે માટે તેનું નામ બદલીને પિગોટ્સ મેનોર કરાયું હતું.

આજે જે મોક ટ્યુડર બિલ્ડીંગ ઉભી છે તે 1884 માં બાંધવામાં આવી હતી. તે મકાન બીજા વિશ્વ યુદ્ધ સુધી રહેવા માટે વપરાતી હતી. તેનો ઉપયોગ RAF અધિકારીઓની મેસ અને હોસ્પિટલ તરીકે થતો હતો. 1956માં, પિગોટ્સ મેનોર સેન્ટ બર્થોલોમ્યુઝની નર્સિંગ કોલેજ દ્વારા ખરીદવામાં આવ્યું હતું જ્યાં પછીના વર્ષોમાં, સેંકડો યુવતીઓએ પરંપરાગત નર્સિંગમાં સઘન તાલીમ મેળવી હતી.

LEAVE A REPLY

five × 1 =