ગૌહત્યા
(istockphoto.com)

પિતાના અંતિમ વીલ થકી માત્ર £250ની રકમ મેળવનાર ભાવેનેટા સ્ટુઅર્ટ-બ્રાઉન નામની ગુજરાતી મહિલાએ હાઇકોર્ટમાં પડકાર ફેંકતા હાઇકોર્ટે 2021મા બનાવાયેલા વીલને અમાન્ય ગણાવી અગાઉ 2019ની વસિયતને પુનઃસ્થાપિત કરી તેણીને £600,000ના ઘરમાં ત્રીજો ભાગ આપવા હુકમ કર્યો છે. જો કે હવે તેણીને તે રકમ પર ઇનહેરીટન્સ ટેક્સ ચૂકવવો પડશે.

ભાવનેતા સ્ટુઅર્ટ-બ્રાઉન (ઉ.વ. 52) અને તેમના ભાઈ પિયુષ પટેલ, (ઉ.વ. 62)ને ઓક્ટોબર 2021માં 85 વર્ષની વયે અવસાન પામેલા તેમના પિતા, લક્ષ્મીકાંત પટેલે પોતાના મોટાભાગના વારસામાંથી દૂર કર્યા હતા. તે વસિયત મુજબ તેમનું £600,000નું નોર્થ વેસ્ટ લંડનના હેરો ખાતે આવેલું ઘર સંપૂર્ણપણે તેમની મોટી પુત્રી અંજુ પટેલ (ઉ.વ. 58)ને સોંપવામાં આવ્યું હતું. અંજુએ દાવો કર્યો હતો કે તેના પિતા તેમના પર અવિશ્વાસ કરવા લાગ્યા હતા અને તેમના પર ખરાબ સ્વભાવ, નિયંત્રણ વર્તન અને ઉપેક્ષાનો આરોપ લગાવ્યો હતો.

શ્રીમતી સ્ટુઅર્ટ-બ્રાઉને દલીલ કરી હતી કે શ્રી પટેલ ગંભીર રીતે બીમાર, નબળા અને કોવિડ-પ્રતિબંધિત હોસ્પિટલ વોર્ડમાં હતા ત્યારે વસિયત “અત્યંત શંકાસ્પદ” પરિસ્થિતિઓમાં બનાવવામાં આવી હતી. તેમને લેખિત અંગ્રેજીમાં મુશ્કેલી પડી રહી હતી અને તેઓ દસ્તાવેજ સમજી શક્યા ન હતા.

ડેપ્યુટી માસ્ટર જેસન રેબર્ને ચુકાદો આપ્યો કે હોસ્પિટલ-બેડ વસિયતનામા માટે યોગ્ય નથી. શ્રી પટેલ તેમાં લખેલી સામગ્રી “જાણતા અને મંજૂર” કરતા હતા તેના કોઈ ખાતરીજનક પુરાવા નથી. તેમના પિતાએ 2019ના વસિયતનામામાં તેમની મિલકતને સમાન રીતે વહેંચવાનો ઇરાદો હતો.

અંજુએ દાવો કર્યો હતો કે તેના પિતાનો આ નિર્ણય તેમના પ્રત્યે વધતા અવિશ્વાસને કારણે હતો. શ્રી પટેલને લાગતું હતું કે તેમની સૌથી નાની પુત્રી અને પુત્ર ‘ફક્ત તેમની મિલકત પાછળ છે’ અને ‘તેમના કર્તવ્યની ભાવનામાં નિષ્ફળ ગયા છે.’

લક્ષ્મીકાંત યુગાન્ડાથી સ્થળાંતર કરીને યુકે આવનાર નમ્ર અને મહેનતુ વ્યક્તિ હતા. તેઓ ડેગેનહામમાં ફોર્ડ મોટર પ્લાન્ટમાં કામ કરતા હતા જ્યારે તેમની પત્ની, શારદાબેન, ન્યૂઝ એજન્ટ શોપ ચલાવતા હતા. લક્ષ્મીકાંત દરરોજ નીસ્ડન સ્વામીનારાયણ મંદિરે જતા હતા અને તેમણે અને પત્નીએ મંદિરને લગભગ £180,000 નું કુલ દાન આપ્યું હતું.

LEAVE A REPLY