પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લંડનના હીથ્રો એરપોર્ટના ટર્મિનલ 3 કાર પાર્કમાં “પેપર-સ્પ્રે” હુમલામાં 21 લોકો ઘાયલ થયા હતા જેને કારણે મુસાફરીમાં મોટો વિલંબ થયો હતો અને કેટલીક ફ્લાઇટ્સ ખોરવાઈ હતી. પોલીસે 31 વર્ષીય ટાયરોન રિચાર્ડ્સ અને 24 વર્ષીય એન્ટોન ક્લાર્ક-બુચર પર લૂંટના બે ગુના અને ઝેરી સ્પ્રે છાંટવાના બે આરોપ મૂકવામાં આવ્યા હતા.

પાંચ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની ઇજાઓ જીવન બદલનારી કે જીવલેણ હોવાનું માનવામાં આવતું નથી.

આ ઘટનાને કારણે એરપોર્ટથી આવતી અને જતી બધી ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. સશસ્ત્ર પોલીસ અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે ઘસી ગયા હતા અને શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી સશસ્ત્ર પોલીસ લાઇનબંધ ઉભા રહેલા વાહનોની તપાસ કરતી જોવા મળી હતી અને રોડ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી.

સવારે 8:11 કલાકે એરપોર્ટના કાર-પાર્કની લિફ્ટમાં પુરુષોના એક જૂથે પેપર સ્પ્રે છાંટીને એક મહિલાની સુટકેસ લૂંટી લીધી હતી. તેની નજીક ઉભા રહેલા ત્રણ વર્ષના બાળક સહિત મુસાફરો આંખોમાં બળતરા થતા ગભરાઇ ગયા હતા.

હતી. પોલીસ આ ઘટનાને આતંકવાદ સંબંધિત માનતી નથી અને માને છે કે તેમાં સામેલ લોકો એકબીજાને ઓળખતા હતા.

આ વિક્ષેપને કારણે ટર્મિનલ 3ના કાર પાર્કિંગને કામચલાઉ બંધ કરાયું હતું અને હીથ્રોને સેવા આપતી તમામ પરિવહન લિંક્સમાં વિલંબ થયો હતો, જેમાં સ્થગિત રેલ સેવાઓ અને રસ્તા પરની ભીડનો સમાવેશ થાય છે. મુસાફરોને વધારાનો સમય આપવા અને તેમની એરલાઇન્સ સાથે તપાસ કરવા વિનંતી કરવામાં આવી હતી.

સત્તાવાળાઓએ અપીલ કરી હતી કે તપાસ ચાલુ છે ત્યારે માહિતી ધરાવતા કોઈપણ વ્યક્તિ આગળ આવી માહિતી આપવી જોઇએ.

LEAVE A REPLY