Chief Minister Bhupendra Patel's public relations officer Hitesh Pandya resigns
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે એક મહત્વનો નિર્ણય કરીને એવી તાકીદ કરી હતી કે   રાજ્ય કેબિનેટના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓએ સોમવાર અને મંગળવારે તેમની ઓફિસ છોડવાની નથી. આ દિવસોમાં તેમણે જાહેર જનતા, સંસદસભ્યો અને ધારાસભ્યોને મળવાનું રહેશે. તેમણે પ્રજાના પ્રતિનિધિઓને અપમાન નહીં કરવા તેમજ તેમને બહાર બેસાડી નહીં રાખવા પણ આદેશ કર્યો હતો.

મુખ્યપ્રધાને પ્રધાનો તેમજ ઉચ્ચ અધિકારીઓને કેબિનેટમાં આ સૂચના આપી હતી.  આ અંગેની માહિતી આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે સપ્તાહના આ બે દિવસો દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા મુખ્યપ્રધાને રાજ્ય કેબિનેટની મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના પ્રધાનો અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે. આ નિર્ણયનો ત્વરીત અમલ કરવાનો રહેશે.

સામાન્ય રીતે એવી ફરિયાદ મળતી હતી કે પ્રધાનો અને અધિકારીઓ મિટીંગમાં વ્યસ્ત હોવાથી સચિવાલયમાં કામ લઇને આવનારા મુલાકાતી તેમજ જનતાના પ્રતિનિધિને વારંવાર ધક્કા ખાવા પડતા હતા.