તસવીર સૌજન્યઃWhite House Facebook page

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પે શનિવારે દિવાળીના પ્રસંગે લોકોને શુભકામના આપી હતી. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવીને તેની તસવીર જારી કરી હતી. અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો અને વિદેશ વિભાગે પણ દિવાળી પર્વની શુભેચ્છા આપી હતી.

વ્હાઇટ હાઉસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ફર્સ્ટ લેડી અને હું આ સપ્તાહે દિવાળીની ઉજવમી કરતાં તમામ લોકોને શુભકામના પાઠવું છું. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન દિવાળીની ઉજવણી કરવા દીપ પ્રગટાવી છે, ત્યારે આપણો દેશ તમામ લોકો માટે ધાર્મિક સ્વતંત્રતાના પ્રકાશિત તેજસ્વી બને છે.