પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની અગ્રણી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણની પ્રક્રિયા ચાલુ થવાની શક્યતા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ચાલુ મહિનાના અંત સુધીમાં તેમણે બનાવેલી રસીના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. જોકે મોટે પાયે ઉપયોગ માટે લાઈસન્સ મળવામાં હજુ વાર લાગશે. પૂનાવાલાએ કહ્યું હતું કે દેશની 20 ટકા વસતિને રસી અપાઈ જશે તો આગામી વર્ષના ઓક્ટોબર સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગશે. લોકોની જિંદગી સામાન્ય થવા માંડશે. પૂનાવાલાની કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડની રસીનું ટ્રાયલ કરી રહી છે.