પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ફ્રાન્સની અગ્રણી વીમા કંપની બીએનપી પારિબા કાર્ડિફ SBI લાઇફ ઇન્શ્યોરન્સ સાથે તેના બે દાયકા જૂના જોડાણનો અંત લાવવવાની વિચારણા કરી છે. છેલ્લા બે વર્ષથી બીએનપી પારિબા કાર્ડિફ SBI લાઇફ ઇન્સ્યોરન્સમાં તેનો હિસ્સો સતત ઘટાડી રહી છે અને હવે સંપૂર્ણ એક્ઝિટ કરે તેવી શક્યતા છે.

બીએનપી પારિબા કાર્ડિક SBI લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પોતાનો લગભગ સંપૂર્ણ હિસ્સો વેચવા માગે છે. તે શેરબજારમાં બ્લોક ડીલ મારફતે SBI લાઇફમાં પોતાની પાંચ ટકા હિસ્સો વેચી શકે છે અને શેરના હાલના બજારભાવ મુજબ તેને લગભગ 4300 કરોડ રૂપિયા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હિસ્સો વેચવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની સાથે વાતચિત ચાલી રહી છે અને ડીલ ક્યારે થશે તે હજી સુધી નક્કી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વીમા કંપનીની વેલ્યુએશન ઘણું ઉંચું છે અને શેરના બજાર ભાવ પણ ઉંચા છે. આથી બીએનપી પારિબા કાર્ડિફને બ્લોક ડીલથી ફાયદો થઈ શકે છે.

બીએનપી પારિબા કાર્ડિફે ગયા વર્ષના જૂનમાં પોતાની 2.5 હિસ્સો વેચીને 1,625 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા હતા. તેની પહેલા માર્ચ 2019માં SBI લાઇફમાં 5 ટકા હોલ્ડિંગ 2,889 કરોડ અને 9.2 ટકા શેર હિસ્સેદારી 4,751 કરોડ રૂપિયામાં વેચી હતી. બીએનપી પારિબા કાર્ડિફ પોતાની હિસ્સેદારીનું વેચાણ કર્યા બાદ માર્કેટ રેગ્યુલેટર સેબીને કંપનીના પ્રમોટરોની યાદીમાં પોતાનું નામ હટાવવા અરજી કરી શકે છે. દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી SBI બેન્ક વીમા સાહસમાં 55 ટકા હિસ્સો ધરાવે છે.

બીએપી પારિબા કાર્ડિફ અને SBI 2001માં આ વીમા સંયુક્ત સાહસની સ્થાપના કરી હતી અને તે ઓક્ટોબર 2017માં શેરબજારમાં લિસ્ટેડ થઇ હતી. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિકગાળામાં SBI લાફ 11.7 ટકા હિસ્સેદારીની સાથે તે જીવન વીમા ક્ષેત્રમાં મોખરાના સ્થાને હતી. તાજેતરમાં નવી પોલિસીથી હાંસલ પ્રીમિયમ ઇન્કમ, પોલિસી રિટેન્શન અને યુલિપ બિઝનેસમાં મોટો વધારો થયો હતો.