દિવાળી
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બોલીવૂડમાં આ વર્ષે ફિલ્મકારો દ્વારા દિવાળીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. બોલીવૂડના મોટા સ્ટાર્સ પણ ખૂબ જ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરે છે. શાહરૂખ ખાન સામાન્ય રીતે પાર્ટીનું આયોજન કરે છે અને ભવ્ય ઉજવણી કરે છે. જોકે, આ વખતે શાહરૂખે ખૂબ જ સાદગીથી દિવાળીની ઉજવણી કરી. શાહરૂખે તેના ઘરની એક તસવીર સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે.

આ તસવીર દિવાળી કરેલી પૂજાની છે, જેમાં તેની પત્ની ગૌરી ખાન પૂજા કરતી જોવા મળી રહી છે. તસવીર શેર કરતા શાહરૂખે એક મેસેજ પણ લખ્યો: ‘તમને બધાને દિવાળીની શુભકામનાઓ! દેવી લક્ષ્મી તમને સમૃદ્ધિ અને ખુશીઓ આપે. બધા માટે પ્રેમ, પ્રકાશ અને શાંતિની પ્રાર્થના કરુ છું.’

આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાનના પરિવારે સાથે મળીને દિવાળીના તહેવારોની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં નીતુ કપૂર, રીમા જૈન અને કરીશ્મા કપૂર પણ હાજર હતાં. કરીના અને આલિયાએ આ ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, સાથે જ રીઆ કપૂરે આલિયા અને કરીનાના લૂક ડિઝાઇન કર્યા હતા. તેણે પણ પોતાના સોશિયલ મીડિયા પર આ બંનેની તસવીરો પોસ્ટ કરી હતી. આલિયા આ તસવીરોમાં આલિયા ભટ્ટે ગોલ્ડન શીમરી સાડી અને બ્લાઉઝ પહેર્યાં હતાં. તેની સાથે તેણે ચોકર સેટ અને ટીકો પહેર્યો હતો. જ્યારે વાળ તેણે લગ્નની જેમ ખુલ્લા જ રાખ્યા હતા.

તેના આઉટફિટની જેમ મેકઅપ પણ તેણે ગોલ્ડન બેઝ સાથે કર્યો હતો. આ બધાના ગ્રુપ ફોટો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. જ્યારે કરીના કપૂર એશ બ્લૂ ગોટાપટ્ટી લહેંગામાં રજવાડી લૂકમાં હાજર રહી હતી, જોકે તેણે મિનિમલ એસેસરીઝ પસંદ કરી હતી. તેણે પ્લેઇન મેચિંગ બંગળીઓ સાથે ઝૂમખા પહેર્યાં હતાં. તેણે હેરસ્ટાઇલમાં એક સ્લીક બન કર્યું હતું. આ ઉજવણીમાં કપૂર અને ભટ્ટ પરિવારની બધી જ લેડીઝ ટ્રેડિશનલ લૂકમાં સુંદર દેખાતી હતી. આ ઉજવણીમાં જેહ અને તૈમુર સાથે ઇબ્રાહિમ અલી ખાન પણ કેટલીક તસવીરોમાં દેખાય છે. કરીશ્માએ પણ બ્લેક એન્ડ વ્હાઇટ કૂર્તી સાથેના મિનિમલ લૂકમાં આ ઉજવણીની તસવીરો શેર કરી હતી.

બીજી તરફ ટિપ્સ કેસેટના માલિક અને જાણીતા ફિલ્મ નિર્માતા રમેશ તોરાનીએ પણ મુંબઇમાં દિવાળીની ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવૂડના સિતારાઓ બ્લૅક, બેજ, અને મરૂન શીમર ડ્રેસીસમાં આવ્યાં હતાં. તેમાં પણ ખાસ રિતિક રોશન-સબા આઝાદ, સોનાક્ષી સિંહા-ઝહીર ઇકબાલ, રિતેશ-જેનિલિયા દેશમુખ, નોરા ફતેહી, સાન્યા મલ્હોત્રા, સિદ્ધાંત ચતુર્વેદી, પુલકિત સમ્રાટ અને કીર્તિ ખરબંદા, અલાયા એફ, નુશરત ભરુચા સહિતના સિતારાઓની તસવીરો વાઇરલ થઈ હતી. આ ઉપરાંત આ પાર્ટીમાં પૂજા હેગડે, માનુષી છિલ્લર, હુમા કુરેશી, મૃણાલ ઠાકુર અને પશ્મિના રોશન તેમજ એકતા કપૂર, મિનિ માથુર અને કબીર ખાન તેમજ અર્પિતા ખાન અને આયુષ શર્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY