Risk of stroke with Pfizer's covid booster and flu dose
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિશ્વના કેટલાંક દેશોમાં કોરોનાના કેસોમાં ફરી વધારાને પગલે ભારત સરકાર 18 વર્ષથી વધુ વયના તમામ પુખ્ત વયના લોકોને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાની વિચારણા કરી રહી છે, એમ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. દેશના આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીના બૂસ્ટર ડોઝ મળી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે સરકાર હાલમાં વિચારણા કરી રહી છે કે તેને તબક્કાવાર શરૂ કરવામાં આવે કે પછી 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે બુસ્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે. બૂસ્ટર ડોઝ માટે સરકારની ઉતાવળનું એક કારણ એ પણ છે કે દેશમાં ચોથી લહેરનો ખતરો છે. બીજી તરફ, વિશ્વના ઘણા દેશોમાં સ્થિતિ વણસી રહી છે. આવી સ્થિતિમાં સરકાર પોતાની તૈયારી મજબૂત રાખવા માંગે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉંમરની લાયકાત સાથે, સરકાર અન્ય ઘણા પરિબળોનું મૂલ્યાંકન કરી રહી છે, જેમ કે રસીનું ઉત્પાદન અને સમયસર સપ્લાય કેવી રીતે કરવામાં આવશે અને બૂસ્ટર ડોઝ કેટલા જલ્દી ઉપલબ્ધ કરાવી શકાય. એવું ચોક્કસપણે માનવામાં આવે છે કે સરકાર સમગ્ર દેશમાં બૂસ્ટર ડોઝ લગાવવાનું ચાલુ રાખશે અને હાલમાં તે છૂટક બજારમાં ઉપલબ્ધ નહીં કરે.

સૂત્રોએ જણાવ્યું કે, ‘વિશ્વના ઘણા ભાગોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો અને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને એન્ટી-કોવિડ રસીના બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા માટે પણ વિચાર કરી રહી છે. ‘દેશમાં ગત 16 માર્ચથી 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ, ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો.