(Photo by Alex DavidsonGetty Images)

બોપારન રેસ્ટોરન્ટ ગ્રુપ (બીઆરજી) દ્વારા 30 યુકે સાઇટ્સ ખરીદવાની સંમતિ બાદ એન્ગ્લો-ઇટાલિયન રેસ્ટોરન્ટ ચેઇન કાર્લુસિઓનો બચાવ થયો છે. હાઇસ્ટ્રીટમાં પહેલેથી જ પડકારજનક પરિસ્થિતિ અને કોરોનાવાયરસના પ્રસાર બાદ તકલીફો વધતા કાર્લુસિઓઝ ગૃપ માર્ચમાં એડમીનીસ્ટ્રેશનમાં ગયુ  હતુ. આ સોદા પછી 800 જોબ બીઆરજીમાં સ્થાનાંતરિત થશે. પરંતુ બજી 40 સાઇટ્સ કે જે આ સોદાનો ભાગ ન હતી તે બંધ થઈ જશે પરિણામે 1,019 સ્ટાફને રીડન્ડન્ટ કરાશે.

એફઆરપીના સંયુક્ત વહીવટકર્તા અને ભાગીદાર ફિલ રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, “કોવિડ-19 લૉકડાઉનથી લેઝર સેક્ટરના વ્યવસાયો પર અવિશ્વસનીય દબાણ છે, તેથી શક્ય તેટલી ઝડપથી અને નિર્ણાયક રીતે કામ કરવું મહત્વપૂર્ણ છે.”

આ સોદા માટે કોઈ કિંમત આપવામાં આવી ન હતી. જીરાફ અને એડ્સ ઇઝી ડીનર જેવી કેઝ્યુઅલ ડાઇનિંગ બ્રાન્ડની માલિકી ધરાવતા બીઆરજીએ યુકેના વહીવટને અલગથી ડબલિનમાં એક સાઇટ મેળવી હતી.

બીઆરજીના મેનેજિંગ ડિરેક્ટર સત્નામ લૈહલે કહ્યું હતું કે ‘’આ સંપાદન ગુણવત્તાયુક્ત બ્રાન્ડ્સ સાથે અમારા રેસ્ટૉરન્ટ જૂથને વધારવાની અમારી વ્યૂહરચનાને અનુરૂપ છે. આ ક્ષેત્ર માટેનો આ એક અત્યંત પડકારજનક સમય છે અને હું માનું છું કે લોકો લાંબા સમય બાદ લોકો જમવા પરત આવશે અને બિઝનેસ લાંબા ગાળે સુધરશે.” બીઆરજીની પેરેન્ટ કંપની બોપારન હોલ્ડિંગ્સ અગ્રણી ફૂડ બિઝનેસ 2 સિસ્ટર્સ ફૂડ ગ્રુપની માલિકી ધરાવે છે.