બોરીસ અને ઋષી (Photo by Matt Dunham - WPA PoolGetty Images)

કોવિડ-19નો પ્રસાર રોકવા માટે બ્રિટીશ નાગરીકો પર પ્રતિબંધો લાદતા પહેલા સાંસદોની સલાહ લીધી ન હોવાના કારણે વડાપ્રધાન બોરિસ જ્હોન્સન મોટા સંસદીય બળવાનો સામનો કરી રહ્યા છે. તેમના નેતૃત્વ પર કન્ઝર્વેટિવ પાર્ટીમાં અને દેશમાં અને વિશ્વાસ તૂટી રહ્યો છે એવા નવા સંકેતો મળ્યા છે. આ બધા વિવાદમાં ચાન્સેલર ઋષિ સુનકની પ્રશંસા વધી રહી છે અને બ્રેક્ઝીટ પછીના યુગ માટે તેમને એકરૂપ અને શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે બેકબેન્ચર્સ દ્વારા જોવામાં આવી રહ્યા છે અને તેઓ જ્હોન્સનના સંભવિત અનુગામી છે.

ડાઉનિંગ સ્ટ્રીટમાંથી જ્હોન્સન દ્વારા થતા વહિવટ અંગે અસાધારણ રીતે ક્રોસ-પાર્ટી બેકલેશે શનિવારે આકાર લીધો હતો. તે પૂર્વે બુધવારે સર્વેમાં બહાર આવ્યું હતું એપ્રિલમાં કેર સ્ટાર્મર નેતા બન્યા બાદ લેબરે પહેલી વાર ટોરી પક્ષને પાછળ છોડી દીધો છે. આ સર્વેક્ષણ, જ્હોન્સન અને તેમની નંબર 10ની ટીમો અને મંત્રીમંડળમાં રહેલા કન્ઝર્વેટિવ સાંસદો વચ્ચે વધુ શંકા પેદા કરશે. કારણ કે તેમાં લેબરને 42% અને ટોરીને 39% મત મળ્યા છે. જે એક જ પખવાડિયામાં ત્રણ પોઇન્ટનો વધારો દર્શાવે છે. શ્રેષ્ઠ પ્રધાનમંત્રી તરીકે 36%એ લેબરના નેતાને (ચાર પોઇન્ટ ઉપર) અને 32%એ જ્હોન્સનને પસંદ કર્યા હતા. માર્ચના અંતે, સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યા પછી, કન્ઝર્વેટિવ્સ 54 અને લેબર 26 પોઇન્ટ ધરાવતું હતું.

પરંતુ જ્હોન્સનને હવે બીજી પીછેહઠ કરવા માટે તીવ્ર દબાણ છે. કોરોનાવાયરસના નિયમો લાદવામાં સ્વતંત્રતા મળે તે માટે બુધવારે, મંત્રીઓ વિશેષ સત્તાઓમાં છ મહિનાના વિસ્તરણની માંગ કરનાર છે. પ્રતિબંધો બાબતે સંસદને બાયપાસ કરવામાં આવતી હોવાના આરોપ સાથે બેકબેંચની 1922 કમિટીના અધ્યક્ષ, ગ્રેહામ બ્રેડી સુધારણા માટે સાંસદોનું વ્યાપક સમર્થન પ્રાપ્ત કરી રહ્યા છે. લેબર, સ્કોટ્ટીશ નેશનાલીસ્ટ પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સે સંકેત આપ્યા છે કે તેઓ બ્રેડીની સુધારણાને સમર્થન આપવા અને વડાપ્રધાન અને નંબર 10 પર લગામ લગાવવા માટે ડઝનેક ટૉરી બળવાખોરો સાથે જોડાવા ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે જે ખૂબ જ અસામાન્ય હશે. જો તમામ વિપક્ષી પાર્ટીઓ બ્રેડીનું સમર્થન કરે, તો સરકારને હરાવવા તેમને 43 ટોરીઝની જરૂર પડશે અને છેલ્લી ગણતરીમાં તેમની પાસે બોર્ડમાં 46 સાસંદો હતા.

બ્રેડીએ શનિવારે સાંજે સ્પષ્ટ કર્યું હતું કે તમામ કટોકટીનાં પગલાની અગાઉથી સંસદમાં ચર્ચા અને મતો માંગવામાં આવે તેની માંગ ચાલુ રાખશે.

સુનકે, તા. 24ના રોજ નોકરી બચાવવાનાં પગલાંની જાહેરાત કરી તેણે બેકબેંચર્સ અને અખબારોના સંપાદકો પર વશીકરણ કર્યું છે. તેઓ આવતા મહિને ફરી 1922ની કમિટીને સંબોધન કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.