‘બુહૂ’ને સપ્લાયર્સની નિષ્ફળતા વિશે પહેલેથી જ ખબર હતી

0
419

બ્રિટનની સૌથી ઝડપથી વિકસતી ઓનલાઇન ફેશન રીટેઇલર ‘બૂહૂ’ના અધિકારીઓને લેસ્ટરમાં આવેલી તેમની સપ્લાય ચેઇન – ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ઓછું વેતન આપવામાં આવતુ હોવાની અને કામ કરવાની સ્વીકારી ન શકાય તેવી પરિસ્થિતિઓ વિશે ઓછામાં ઓછા સાત મહિના પહેલાંથી જ ખબર હતી એમ એક સમીક્ષામાં બહાર આવ્યું છે.

ધ સન્ડે ટાઇમ્સ અખબારના ઇન્વેસ્ટીગેશન બાદ ‘બૂહૂ’એ તા. 25ના રોજ ઘણી નિષ્ફળતાઓનો સ્વીકાર કરતા કહ્યું હતું કે તે તેના બિઝનેસ મોડેલની ચિંતા ઘટાડવાના પ્રયાસ સાથે તે માન્યતા પ્રાપ્ત સપ્લાયર્સની યાદીને એકીકૃત કરશે.

એલિસન લેવિટ, ક્યુસીએ 234 પાનાના અહેવાલમાં જણાવ્યું હતું કે ‘’કંપનીએ કોઈ ગુનો કર્યો હોવાના પુરાવા મળ્યા નથી અને હું સંતુષ્ટ છું કે તેમણે જાણી જોઈને નબળી પરિસ્થિતિઓ માટે કે ઓછા પગારને મંજૂરી આપી નથી. પરંતુ બૂહૂ બોર્ડના કેટલાક સભ્યો ગયા વર્ષના ડિસેમ્બરથી અસ્વીકાર્ય કામ કરવાની પરિસ્થિતિઓ અને કામદારોને ગેરકાયદેસર રીતે અપાતા ઓછા વેતન સહિતની માહિતી ધરાવતા હતા. રિટેલરે લૉકડાઉનને પગલે સર્જાયેલી વ્યાવસાયિક તકોનો લાભ મેળવ્યો હતો અને માન્યું હતું કે તે ઓર્ડર રદ નહિં કરીને લેસ્ટરની ફેક્ટરીઓને ટેકો આપે છે. પરંતુ જેમણે કપડાં બનાવ્યા હતાં તેના પરિણામ માટે કોઈ જવાબદારી લીધી નથી. રોગચાળા દરમિયાન વધતા ઓર્ડરનો સામનો કેવી રીતે કરાશે તેનું મૂલ્યાંકન કરવા માટે બૂહૂની નિષ્ફળતા કોઈપણ સમયે અક્ષમ્ય છે.’’

તેમણે નિષ્કર્ષ કાઢ્યો હતો કે લેસ્ટરની ઘણી ફેક્ટરીઓ પરના આક્ષેપો “સારી રીતે સ્થાપિત નથી થયા, પરંતુ નોંધપાત્ર રીતે સાચા છે” અને બૂહૂ “સુપરફિસિયલ લેવલ સિવાય અન્ય કંઈપણ” માટે જવાબદાર નથી.  લેસ્ટરમાં અસુરક્ષિત કામની સ્થિતિ, કથિત રૂપે સામાજિક અંતરના નિયમોનો ભંગ જેવા આક્ષેપો ધરાવતા અહેવાલ બાદ જુલાઇમાં બુહૂ દ્વારા શ્રીમતી લેવિટ્ટની નિમણૂંક કરવામાં આવી હતી.

પરંતુ ત્યારે કંપનીના બોર્ડે કહ્યું હતું કે તે “તાજેતરના આક્ષેપોથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.”

સમીક્ષામાં નોંધવામાં આવ્યું છે કે બૂહૂએ અગાઉ ફેક્ટરીઓમાં મુદ્દાઓની “તપાસ અને ઉપાય” કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડિસેમ્બર 2019ના અંતથી આગળ વધવામાં નિષ્ફળ ગયા હતા. આ સમીક્ષામાં કોઈ પુરાવા મળ્યા નથી, કે કંપનીની સોર્સિંગ પદ્ધતિ લેસ્ટરમાં કોવિડ-19 ચેપના વધેલા દર માટે જવાબદાર છે.

£4.7 બિલીયનની બૂહુ બ્રાન્ડ્સમાં પ્રીટિ લિટલ થિંગ પણ શામેલ છે, જેની સ્થાપના 56 વર્ષીય મહેમૂદ કામની અને 53 વર્ષના કેરોલ કેને કરી હતી. સમીક્ષા પછી બૂહૂના શેરોમાં 50 પેન્સ એટલે કે 15.4 ટકાનો વધારો થયો હતો.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ, જ્હોન લિટલે જણાવ્યું હતું કે બોર્ડ તેની સપ્લાયર્સની ચકાસણીમાં નોંધપાત્ર વધારો કરશે અને ખાતરી કરશે કે આવા મુદ્દાઓ ફરીથી આવે નહીં. અમારી સપ્લાય ચેઇમમાં નોંધપાત્ર અને સ્પષ્ટ અસ્વીકાર્ય મુદ્દાઓ અને તેના નિરાકરણ માટે પગલાં લીધા છે.

કેટલાક સાક્ષીઓએ ફેક્ટરીઓમાં કર્મચારીઓમાં વધારો,  વધુ ભીડ, સામાજિક અંતર, હેન્ડ સેનિટાઇઝર અને ફેસમાસ્કની અછતનું વર્ણન કર્યું છે, પરંતુ અન્ય લોકોએ વધુ દરકાર રાખવામાં આવતી હોવાની નોંધ લીધી છે. ઓડિટરોએ શોધી કાઢ્યું હતું કે સરવાળે સપ્લાયર્સ પાસે સેનિટાઇઝર અને અંતર દર્શાવતી સાઇન હતા.

એક સપ્લાયરે તેમની સાઇટ કાર્યરત ન હોવા છતાં છ અઠવાડિયા માયે £50,000ના ફર્લો ફ્રોડની કબૂલાત કરી હતી.