ભારતમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ રવિવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS ચેન્નઈથી અરબ સાગરમાં પર સફળતાપૂર્વક પ્રહાર કરવામાં આવ્યો હતો, એમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ જણાવ્યું હતું.

ચીન સાથે સરહદ પરની તંગદિલી વચ્ચે ભારત પોતાની સેન્ય તાકાતમાં વધારો કરી રહ્યું છે. આ યોજનાના ભાગરૂપે આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ પ્રાઈમ સ્ટ્રાઈક હથિયાર તરીકે વાપરી શકાશે. તેનાથી ભૂમિ પર અને દરિયામાં લાંબા અંતરના ટાર્ગેટ પર પ્રવાહ કરી શકાશે.

અગાઉ DRDOએ ઓડિશાના ચાંદીપુરમાં 30 સપ્ટેમ્બરે બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યુ હતુ. બ્રહ્મોસ પહેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. જે હાલમાં સર્વિસમાં છે. 2005માં આઈએનએસ રાજપૂત પર ભારતીય નેવીએ આ મિસાઈલનું ઈન્ડેક્શન કર્યુ હતુ. ભારતીય સેનાએ પણ બ્રહ્મોસ મિસાઈલને પોતાની ત્રણ રેજિમેન્ટમાં સામેલ કર્યા છે. એટલે કે જો દુશ્મન કંઈક ભૂલ કરે છે તો તેને જવાબ આપવામાં આવશે.