2016 માં યુરોપિયન યુનિયન છોડવાનું સમર્થન કરનારા મોટાભાગના મતદારો હજુ પણ માને છે કે બ્રેક્ઝિટ લાંબા ગાળે સફળ થશે. થિંક ટેન્ક યુકે ઈન એ ચેન્જિંગ યુરોપ માટે હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, 70 ટકાથી વધુ લીવ મતદારોએ કહ્યું હતું કે જો આજે બીજો જનમત લેવાય તો તેઓ તેમના સમર્થનનું પુનરાવર્તન કરશે. જ્યારે 16 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ હજુ ઇયુ સાથે રહેવા મતદાન કરશે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે બહુમતી લીવ મતદારો સરકાર દ્વારા બ્રેક્ઝિટને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યું તેનાથી નાખુશ હતા, પરંતુ EU છોડવાનો તેમનો અફસોસ હજુ પણ ઓછો હતો.

પબ્લિક ફર્સ્ટના સર્વેમાં જણાયું હતું કે લીવ મતદારોને બ્રેક્ઝિટ અંગે નોંધપાત્ર અફસોસ હતો અને તેઓ તેની નિષ્ફળતા માટે રાજકારણીઓને દોષી ઠેરવતા હતા અને તેમને હજુ પણ આશા હતી કે પરિસ્થિતિ સુધરી શકે છે. 22 ટકા માને છે કે બ્રેક્ઝિટ લાંબા ગાળે ખૂબ જ સારું પરિણામ લાવશે, 39 ટકા લોકો માને છે કે તે સારું પરિણામ લાવશે. જ્યારે અગિયાર ટકા લોકો માને છે કે તે ખરાબ સાબિત થશે.

લીવ મતદારોના 29 ટકા માને છે કે બ્રેક્ઝિટની નકારાત્મક આર્થિક અસર પડી છે. લગભગ 48 ટકાએ કહ્યું હતું કે રાજકારણીઓ બ્રેક્ઝિટનું કામ કરવા પ્રયાસ કર્યો ન હતો, જ્યારે 70 ટકા લીવ મતદારોને લાગે છે કે બ્રેક્ઝિટ ખરાબ રીતે થઈ ગઈ છે.

LEAVE A REPLY

16 − three =