વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ ચેનલના ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લીના નાયરે ધ ટાઇમ્સ સીઇઓ સમિટમાં બિઝનેસમાં કારકિર્દી બનાવવા માંગતી યુવાન મહિલાઓને ‘મોટા સપના’ જોવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલા બિઝનેસ લીડર્સ પૈકીની એક અને પ્રથમ ભારતીય બનવા માટે તેણીને વારંવાર અવરોધો તોડવા પડ્યા હતા.

લીના નાયરે કહ્યું હતું કે ‘’મેં નિભાવેલી દરેક ભૂમિકામાં, વિશેષાધિકાર, જવાબદારી તેમજ પ્રથમ મહિલા, પ્રથમ બ્રાઉન વ્યક્તિ, પ્રથમ ભારતીય, પ્રથમ એશિયન હોવાનો ભાર હતો. તમે હંમેશા દૂર રહો છો, તમારા મંતવ્યો પહેલા ક્યારેય સાંભળ્યા નથી. તે હંમેશા એક જ પેટર્ન હોય છે.”

યુનિલિવરમાં 30 વર્ષની કારકિર્દી પછી 18 મહિના પહેલા ચેનલમાં જોડાયેલા 54 વર્ષના નાયર પ્રથમ મહિલા અને પ્રથમ એશિયન હ્યુમન રીસોર્સ ચીફ હતા. તેમણે કારકિર્દીની શરૂઆત ભારતના ચેન્નાઈમાં યુનિલિવરના એક પ્રોડક્શન પ્લાન્ટમાં કામ કરીને કરી હતી.

ફેશન ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા અંગે તેમણે જણાવ્યું હતું કે ‘’મશીનો આજે કે કાલે કપડાં ડિઝાઇન કરશે નહીં અને માનવ સર્જનાત્મકતાને સુરક્ષિત રાખવાની જરૂર છે.

LEAVE A REPLY

15 − 13 =